________________
શંકા-સમાધાન
૩૮૩ વગેરે કરે એ ઇચ્છનીય છે. તેમજ સંઘો આ રીતે રોકાવાની વિનંતી કરે એ તો વધુ ઇચ્છનીય છે.
શંકા- ૮૫ર. મજૂર રાખીને વિહાર ન કરવો હોય, અને પોતા પૂરતો પણ સામાન ન ઊપડતો હોય તો સ્થિરવાસ કરે તો એને દોષ લાગે કે નહિ ?
સમાધાન- દોષ ન લાગે એટલું જ નહિ, બલકે જિનાજ્ઞાના પાલનનો મહાન લાભ થાય. જિનેશ્વરોની આજ્ઞા છે કે સાધુ વિહાર કરવા અસમર્થ થાય તો સ્થિરવાસ કરે. દોષો સેવીને પણ વિહાર કરવો એવી જિનાજ્ઞા નથી.
અહીં શાસ્ત્રીય વિધિ એ છે કે જે સાધુ પોતાની ઉપાધિ ઉપાડી શકે તેમ ન હોય તેની ઉપધિ બીજા સમર્થ સાધુઓ ઉપાડે. આમ સમુદાયમાં રહેલા સાધુને ઉપધિ ન ઊપડે એટલા માત્રથી સ્થિરવાસ કરવાનો પ્રસંગ ન આવે.
શંકા- ૮૫૩. સશક્ત સાધુ વ્હીલચેરમાં વિહાર કરે અથવા લાંબા વિહાર કરવા માટે વહીલચેરનો ઉપયોગ કરે એ પ્રથા યોગ્ય છે ?
સમાધાન– જરાય યોગ્ય નથી. સશક્ત જ શું કામ ? અશક્ત સાધુથી પણ વ્હીલચેરમાં વિહાર ન કરાય. સાધુથી વાહનનો ઉપયોગ ન કરાય. વ્હીલચેર વાહન છે. વ્હીલચેરમાં હવા ભરવી પડે છે. હવા વાયુકાય છે. આથી વાયુકાયની સતત વિરાધના થાય. વહેલી સવારે કે મોડી સાંજે એક્સીડન્ટથી બચવા સાધુ હાથમાં કે ખોળામાં બેટરી વગેરે રાખે છે એવું જાણવા મળ્યું છે. આનાથી તેઉકાયની વિરાધના થાય. રસ્તામાં કીડી કે મંકોડા વગેરે જીવો વ્હીલચેર નીચે ચગદાઈને મરી જાય. આથી વિકસેંદ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ વિરાધના થાય. સુખશીલતા પોષાય. એક્સીડન્ટનો ભય ઘણો રહે. આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે. તે આ પ્રમાણે- જિનેશ્વર ભગવાને વાહનનો ઉપયોગ કરવાનો સાધુને નિષેધ કર્યો છે. આથી વ્હીલચેરના ઉપયોગથી આજ્ઞાભંગ દોષ લાગે. આજ્ઞાભંગ કરનારના સર્વ ધાર્મિક અનુષ્ઠાનો નિષ્ફળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org