________________
૪૫૬
શંકા-સમાધાન
પાછળથી સાધુ-સાધ્વીના મૃતકને લઈ જતી વખતે જય જય નંદા ! જય જય ભદા! એમ બોલવાનું શરૂ થયું છે. પૂર્વે સાધુ-સાધ્વીજીના મૃતકને સાધુ-સાધ્વીજીઓ જ જંગલમાં પરઠવી આવતા હતા. પાછળથી ગૃહસ્થોને સોંપવાની પ્રથા શરૂ થઈ. એટલે સાધુનું મૃતક લઈ જતી વખતે પણ જય જય નંદા ! જય જય ભદ્દા ! એમ બોલવાનું શરૂ થયું.
જ્યાં મૃતક પડ્યું હોય ત્યાં ચારે બાજુ સો ડગલાં સુધી વસતિ અશુદ્ધ હોય છે. ગણધરપ્રણીત પ્રતિક્રમણનાં સૂત્રો અતિશય પવિત્ર છે. આવા પવિત્ર સૂત્રોનું અશુદ્ધ વસતિમાં ઉચ્ચારણ ન કરાય. આથી વસતિમાં મૃતકની હાજરીમાં પ્રતિક્રમણ મનમાં કરાય છે.
આજે જૈનો જગતનું અનુકરણ કરતા થઈ ગયા છે એથી આ પ્રવૃત્તિ જિન ધર્મ પ્રમાણે છે કે જિનધર્મથી વિરુદ્ધ છે એવો વિચાર પણ કરતા નથી. એના અનેક દૃષ્ટાંતોમાં એક દષ્ટાંત આ છે- કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘણા “અરિહંતશરણ પામ્યા” એમ બોલે છે અને લખે છે. જગતમાં “શ્રીજીચરણ પામ્યા” એવું લખાતું વાંચીને જૈનો પણ “અરિહંતશરણ પામ્યા” એમ લખવા લાગે છે, પણ આ ખોટું છે. આપણે ત્યાં સ્વર્ગવાસ પામ્યા કે કાળધર્મ પામ્યા એમ બોલાય છે અને લખાય છે. તેમાં પણ “કાળધર્મ પામ્યા' એ પ્રયોગમાં તાત્ત્વિક અર્થ રહેલો છે. કાળનો ધર્મ તે કાળધર્મ અહીં ધર્મ શબ્દ આત્મકલ્યાણ માટે કરાતા ધર્મના અર્થમાં નથી, કિન્તુ સ્વભાવ અર્થમાં છે. (વઘુસદીવો થો) કાળનો એ સ્વભાવ છે કે જન્મેલા જીવનું મૃત્યુ કરે. એટલે મૃત્યુ એ કાળનો સ્વભાવ જ છે, અર્થાત્ મૃત્યુ એ સ્વાભાવિક છે. આમ વિચારવાથી મૃત્યુનો ભય ન રહે. જે વસ્તુ સ્વાભાવિક છે તેનો ભય શા માટે ? આમ કોઈ મૃત્યુ પામે ત્યારે કાળધર્મ પામ્યા એવો પ્રયોગ તાત્ત્વિક અર્થવાળો છે. ત્યારે સ્વર્ગવાસ પામ્યા એવો પ્રયોગ વ્યવહારભાષા છે. કારણ કે મૃત્યુ પામેલા બધાય સ્વર્ગે જ ગયા હોય એવો નિયમ નથી. કાળધર્મને પામ્યા એ અર્થ તો કોઈ પણ ગતિમાં ગયેલા જીવ માટે ઘટે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org