________________
શંકા-સમાધાન
૪૩૧ હતો. કેમકે ચારિત્રનું પાલન કર્યું હોવાથી યોગો શુભ હતા અને મોક્ષનું જ લક્ષ્ય હોવાથી ઉપયોગ પણ શુદ્ધ હતો. આથી ભરત ચક્રવર્તીના ભાવમાં પુણ્યોદયથી ભોગસુખની સામગ્રી પ્રાપ્ત થઈ. પણ અનુબંધ પુણ્યનો હોવાથી ભોગસુખોમાં અલિપ્ત રહ્યાં હતાં. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો જીવ ભોગસુખોમાં લપાતો નથી. એ આત્મહિતના માર્ગમાં આગળ વધતો રહે છે. જયારે યોગ શુભ હોય, પણ ઉપયોગ અશુદ્ધ હોય ત્યારે પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. યોગ શુભ હોવાથી પુણ્ય બંધાય. પણ ઉપયોગ અશુદ્ધ હોવાથી અનુબંધ પાપનો પડે. જે જીવો ભૌતિક સુખના આશયથી ધર્મ કરે તે જીવોને પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. અભવ્ય કે દૂરભવ્ય જીવો ચારિત્ર લે ત્યારે તેમને યોગ શુભ હોવાથી પુણ્યબંધ થાય. પણ ઉપયોગ( લક્ષ્ય) ભૌતિક સુખનો હોવાથી અશુદ્ધ હોય. ઉપયોગ અશુદ્ધ હોવાથી અનુબંધ પાપનો પડે. આ જીવો ચારિત્ર પાળે ત્યારે શાતાવેદનીયનો બંધ થાય, પણ સાથે સાથે મોહનીય કર્મનો પણ બંધ થાય. આથી જયારે એ શાતાવેદનીયનો ઉદય થાય ત્યારે મોહનીય કર્મનો પણ ઉદય થાય. મોહનીય કર્મનો ઉદય તેની પાસે પાપ કરાવે. આથી તે જીવ પુણ્યોદય ખતમ થતાં દુર્ગતિમાં ચાલ્યો જાય.
કોઈ જીવ મોક્ષના લક્ષથી ધર્મ કરે, પણ પાછળથી નિયાણું કરે તો તેને પણ પાપાનુબંધી પુણ્યનો બંધ થાય. જેમકે ત્રિપૃષ્ઠ વાસુદેવ. ભગવાન મહાવીરનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવને પાપાનુબંધી પુણ્યનો ઉદય હતો.
આનાથી એક વાત સિદ્ધ થાય છે કે, ધર્મક્રિયા અને ઉપયોગ એ બેમાં ઉપયોગનું (=લક્ષ્યનું) મહત્ત્વ વધારે છે. અશુદ્ધ ઉપયોગવાળી ઘણી પણ ધર્મક્રિયા આત્મહિત કરી શકતી નથી. શુદ્ધ ઉપયોગવાળી થોડી પણ ધર્મક્રિયા આત્મહિત કરનારી બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org