________________
૪૩૨
શંકા-સમાધાન
કોઈ જીવ શુભયોગ અને શુદ્ધ ઉપયોગથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે. પણ પાછળથી કરેલા ધર્મનો પશ્ચાત્તાપ કરે તો પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય બની જાય એવું બને. જેમકે મમ્મણના જીવે મુનિને ભાવથી સિંહ કેશરિયો મોદક વહોરાવીને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો હતો. પણ પાછળથી તેનો પશ્ચાત્તાપ કરીને એ પુણ્યને પાપના
અનુબંધવાળું બનાવી દીધું. (૩) સંસારમાં રહેલો જીવ પાપપ્રવૃત્તિ કરે, પણ ભાવ વિના કરે
તો તેનો યોગ અશુભ હોવાથી પાપનો બંધ થાય, પણ ઉપયોગ શુદ્ધ હોવાથી અનુબંધ પુણ્યનો પડે. જેમકે સમ્યગ્દષ્ટિ જીવ પાપ કરે ત્યારે તેનો યોગ અશુભ હોય, પણ પાપ દુભાતા દિલે કરતો હોવાથી ઉપયોગ શુદ્ધ હોય, આથી પુણ્યાનુબંધી પાપનો બંધ થાય. આમ છતાં આ પાપમાં સ્થિતિ અને રસની તીવ્રતા હોતી નથી. આથી એ પાપોદય તેને નવાં પાપો કરાવવા કે દુઃખ આપવા સમર્થ બનતો નથી.
અથવા કોઈ પાપાનુબંધી પાપનો બંધ કરે. પણ પાછળથી એ પાપનો પશ્ચાત્તાપ થાય તો એ પાપ પુણ્યના અનુબંધવાળું બની જાય. સંપ્રતિ મહારાજાના પૂર્વ ભવના ભિખારી જીવને પુણ્યાનુબંધી પાપનો ઉદય હતો. પાપના ઉદયથી ભિખારી બન્યો, પણ અનુબંધ પુણ્યનો હોવાથી તેને ચારિત્રની પ્રાપ્તિ થઈ અને એ જીવ આત્મહિતના માર્ગે વળી ગયો. એ જ રીતે રોહિણીયા ચોરને પણ પુણ્યાનુબંધી પાપનો
ઉદય હતો. (૪) જે જીવનો યોગ અશુભ હોય અને ઉપયોગ પણ અશુદ્ધ હોય
તે જીવને પાપાનુબંધી પાપનો બંધ થાય. જેમકે કાલશૌકરિક જીવને પાપાનુબંધી પાપનો ઉદય હતો. પાપાનુબંધી પાપના ઉદયથી જીવની સંસારમાં અનેક ભવો સુધી દુઃખની અને પાપની પરંપરા સર્જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org