________________
શંકા-સમાધાન
શંકા- ૬૨૭. ૨થ સાધારણ રકમમાંથી બનાવ્યો હોય, તો વ્યક્તિગત કે અન્ય સંઘોમાં આ રથ આપવામાં આવે, ત્યારે લેવાતા નકરાની (સાધારણની ચોખ્ખી) રકમ સાધારણ ખાતે વાપરી શકાય ? જિનમંદિર સાધારણ ખાતે લઇ જવી જોઇએ કે દેવદ્રવ્ય ગણીને જીર્ણોદ્ધાર આદિમાં જ વાપરવી જોઇએ ?
સમાધાન– ૨થમાં પ્રભુજીને બિરાજમાન કરાતા હોવાથી એ રકમ સાધારણ ખાતે તો ન જ વાપરી શકાય પણ રથ ખાતે એટલે રથના સમારકામ, રથની સફાઇ ખાતે વાપરી શકાય. વ્યક્તિગત નકરો તો ચોખ્ખા સ્વદ્રવ્ય રૂપ જ હોય, જે તે સંઘ તરફથી મળતો રથનો નકરો (દેવદ્રવ્ય ખાતેનો ન હોય, ન જ હોવો જોઇએ) સાધારણ ખાતાનો જ હોય એથી જ ઉપર મુજબ રથના સમારકામ, સફાઇ આદિ ખાતે એ નકરાની રકમ લઇ જવામાં બાધ જણાતો નથી. જીર્ણોદ્વાર-નૂતનમંદિર નિર્માણ આદિમાં એ લઇ જવાય એ તો સર્વશ્રેષ્ઠ છે જ. આમાં તો કોઇ સવાલને અવકાશ જ નથી.
૨૬૮
શંકા- ૬૨૮. કોઇ સંઘ સાધારણની આવક માટે એમ નક્કી કરે કે મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા છે. પણ આ લાભ ૫૦ હજાર સાધારણ ખાતે ભરનારને જ મળશે. તો આમ કરી શકાય ? ચડાવા પર અમુક ટકા સાધારણનો ટેક્ષ નાખવાથી તો એટલી રકમ ઓછી કરીને બોલે એથી દેવદ્રવ્યને નુકસાન થાય, એ સમજી શકાય છે. માટે આનો વિરોધ કરનારાઓનો વિરોધ સાચો છે. પણ નકરામાં તો રકમ નક્કી થઇ ચૂકી હોવાથી એ મળવાની જ છે. તદુપરાંત સાધારણને પણ અમુક રકમ મળે. આમ કરી શકાય ? હા, એટલું જરૂર કે મૂર્તિનો લાભ લેવાની લાલચે સાધારણની આવક થાય. ચડાવા-બોલીના ક્ષેત્રને સ્પર્ચ્યા વિના નકરાથી જે કાર્યો ક૨વાના હોય, એની સાથે સાધારણ ખાતે અમુક રકમ ફરજિયાત જોડી શકાય કે નહિ ? આજે સાધારણનો તોટો સર્વત્ર છે. મરજીયાત કોઇ રકમ ભરતું નથી, માટે આવું કંઇ વિચારી શકાય ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org