________________
શંકાસમાધાન
૨૬૭
અહીં “મોટો દોષ નથી એમ કહ્યું છે. આનો અર્થ એ થયો કે “નાનો દોષ છે. કારણ કે શ્રાવક ઉચિત વ્યાજથી પણ ધર્મદ્રવ્ય લે તો સંભવ છે કે ધીમે ધીમે સૂગ(=સંકોચ) વગરનો થઈ જાય, અર્થાત્ ધર્મદ્રવ્યનો ઉપભોગ કરવામાં દોષ છે એવા પ્રકારની સૂગ ન રહે. આથી ધર્મદ્રવ્યનો ઉચિત વ્યાજથી પણ ઉપયોગ ન કરવો એ હિતાવહ છે.
શંકા- ૬૨૫. સંઘમાં સાધારણદ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને આપી શકાય ? અગર શ્રાવકો લઈ શકે ? દાગીના વગેરે લઈને ધર્મદ્રવ્ય આપવાનો વિધિ લાગુ પડે કે નહિ ? સંરક્ષણ માટે વ્યાજે લઈ શકે ?
સમાધાન– અહીં પહેલી વાત એ છે કે, જે સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તે સંધે પોતાને જરૂરી દ્રવ્ય રાખીને બીજા જરૂરિયાતવાળા સંઘને સાધારણ દ્રવ્ય આપવું જોઇએ. પોતાને જરૂરી સાધારણ દ્રવ્યના સંરક્ષણ માટે પૂર્વે કહ્યું તેમ અધિક વ્યાજથી શ્રાવકોને આપી શકાય અને શ્રાવકો લઈ શકે. દાગીના વગેરે લઇને આપવાનો વિધિ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં જૈનેતરો માટે લખ્યો છે, શ્રાવકો માટે લખ્યો નથી. આમ છતાં શ્રાવકો માટે પણ આ વિધિ સચવાય તો વધારે ઉત્તમ છે. જૈનેતરોને દાગીના વગેરે લઈને આપવામાં હેતુ એ છે કે કદાચ ભવિષ્યમાં તે નિર્ધન બની જાય તો મૂળ મૂડીનો નાશ ન થાય. આ હેતુ તો શ્રાવકોને વ્યાજે આપવામાં પણ રહેલો છે.
શંકા- ૬૨૬. સાધારણખાતાના પૈસાથી ખરીદાયેલા અને ઘસાઈઘસાઈને નાના થઈ ગયેલા સુખડના ટુકડા દહેરાસરની પેઢી દ્વારા વેચવા માટે કઢાય કે નહિ ? એ વેચવા દહેરાસરના બોર્ડ ઉપર જાહેરાત મૂકી શકાય? વેચાણની કિંમત તે જ દહેરાસરમાં જિનમંદિર સાધારણ ખાતામાં જમા થાય ?
સમાધાન- સુખડના નાના ટુકડા વેંચીને વેચાણની કિંમત દહેરાસરમાં જિનમંદિર સાધારણ ખાતામાં જમા થતી હોય તો સુખડના નાના ટુકડા દહેરાસરની પેઢી દ્વારા વેચી શકાય અને વેચવા માટે દહેરાસરના બોર્ડ ઉપર જાહેરાત મૂકી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org