________________
૨૬૬
શંકા-સમાધાન જો બધા સાધુઓ ભગવાનની આ આજ્ઞા શ્રાવકોને સમજાવે અને સાધારણ ખાતામાં દાન કરવાની પ્રેરણા કરે તો શ્રાવકો સાધારણ ખાતામાં દાન આપે અથવા જે શ્રાવકો સાધારણ ખાતામાં બે હજાર રૂપિયા કે તેથી વધારે રકમ આપે તેનું નામ બાર મહિના માટે બોર્ડમાં લખવું વગેરે ઉપાયોથી સાધારણ ખાતાની રકમ મેળવી શકાય. બોર્ડમાં એટલા માટે લખવાનું કે એ વાંચીને બીજાઓને પ્રેરણા મળે. આવા બીજા પણ ઉપાયો વિચારીને સાધારણની આવક કરી શકાય.
શંકા- ૬૨૪. શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે છે? જો લઈ શકે તો એના દ્વારા આવક (વ્યાજ બાદ કર્યા પછી થતો નફો) થાય તો દ્રવ્યસપ્તતિકા ગ્રંથ અગર શાસ્ત્ર પ્રમાણે દોહનનો એટલે કે ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરવાનો દોષ લાગે કે નહિ?
સમાધાન- દ્રવ્ય સપ્તતિકા ગ્રંથના આધારે એક વાત સ્પષ્ટ થાય છે કે, જો અજાણતાં પણ ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ થાય તો સમ્યક્ત્વ દુર્લભ બને વગેરે દોષો ઉત્પન્ન થાય. હવે જો શ્રાવક સાધારણ દ્રવ્ય વ્યાજે લે તો સંભવ છે કે, ક્યારેક અનુપયોગ વગેરેના કારણે ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ થઈ જાય. આથી દોષના જાણકાર શ્રાવકોએ પ્રાયઃ ધર્મદ્રવ્યનો વ્યાજથી પણ ઉપયોગ ન કરવો, એના પ્રસંગમાં પણ ન આવવું એ જ શ્રેયસ્કર છે. જેથી ભૂલથી પણ થોડા પણ ધર્મદ્રવ્યનો ઉપયોગ ન થાય. અહીં પ્રાયઃ એમ કહેવાનું કારણ એ જણાય છે કે, જો શ્રાવક ધર્મદ્રવ્યની વૃદ્ધિ કરવાના ભાવથી બજારમાં ચાલતા વ્યાજથી વધારે વ્યાજ આપીને વ્યાજે લે તો દોષ લાગતો નથી. (Hધવ્યનાાિને પુનઃ ટોષામાવોઃવસીયતે) હવે જો બજારમાં ચાલતા વ્યાજથી ઓછુ વ્યાજ આપીને ધર્મદ્રવ્ય વ્યાજે લે તો દોહનનો (ધર્મદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કર્યાનો) દોષ લાગે.
હવે જો બજારમાં ચાલતું વ્યાજ આપીને લે તો દોષ લાગે કે નહિ? આ વિષે દ્રવ્યસપ્તતિકામાં કહ્યું છે કે કાળને ઉચિત(eતે વખતે ચાલતા વ્યવહાર પ્રમાણે યોગ્ય) વ્યાજ આપીને જો લે તો તેને મોટો દોષ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org