________________
શંકા-સમાધાન
૩૨૫
(૫) સાધુઓએ સ્ત્રીનો પરિચય ન કરવો જોઇએ. સાધુઓ સ્ત્રીનો
પરિચય કરે તો સ્ત્રી તેમની પાસે આવે, બેસે, વાતો કરે વગેરે થાય. પણ જો પરિચય જ ન કરે તો આ ન બને. શાસ્ત્રમાં સાધુઓને દિસંથવું ન ઝા એમ કહીને પુરુષનો પણ નકામો પરિચય કરવાનો નિષેધ કર્યો છે. તો પછી સ્ત્રીનો પરિચય કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય. આ અંગે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
જેમ કુકડાના બચ્ચાને નિત્ય બિલાડીથી ભય રહે છે તેમ બ્રહ્મચારીને નિશ્ચ સ્ત્રીના શરીરથી ભય રહે.” (સ્ત્રીના શરીરને જોવાથી રાગ થવાનો સંભવ હોવાથી આ કથન છે.) ૮/૫૪
“ચિત્રમાં ચિતરેલી અથવા અલંકારયુક્ત કે અલંકારરહિત સચેતન નારીને જોવી નહિ. કદાચ દૃષ્ટિ પડી જાય તો કેવી રીતે સૂર્યને જોઈને તુરત દષ્ટિ પાછી ખેંચવામાં આવે છે તેવી રીતે દષ્ટિને પાછી ખેંચી લેવી.” ૮/૫૫
અધિક શું કહેવું ? હાથ-પગથી છેદાયેલી, કાન-નાકથી કપાયેલી અને સો વર્ષની વૃદ્ધા પણ નારીને બ્રહ્મચારી વજે.” (અર્થાત્ તેના પરિચયથી દૂર રહે. જો આવી નારીનો પણ પરિચય કરવાનો ન હોય તો યુવાન નારીનો પરિચય તો અવશ્ય ન કરવો જોઈએ.) ૮/૫૬
જેમ તાલપુટ ઝેર શરીરને હાનિ કરે, તેમ આત્મહિતના ગવેષક પુરુષને વસ્ત્રાદિથી કરાતી શરીરશોભા, સ્ત્રીનો સંસર્ગ અને ઘી આદિ રસોવાળું ભોજન બ્રહ્મચર્યમાં હાનિ કરે.” ૮/૫૭
સુગુરુનાં લક્ષણોમાં “શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા” એમ કહ્યું છે. આથી સુગુરુ ગૃહસ્થોને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપે, આનાથી સમજી શકાય છે કે, સુગુરુઓ વેપાર-રોજગાર, ધન મેળવવાના ઉપાયો, સંસારસુખોને ભોગવવાના ઉપાયો, શરીરને સુધારવાના ઉપાયો.. આવી દુન્યવી વાતનો ઉપદેશ ન આપે. આથી જ સુગુરુઓ ગૃહસ્થોને મંત્ર-તંત્ર, દોરા-ધાગા, રક્ષાપોટલી, શંખ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org