________________
૩૨૬
શંકા-સમાધાન આપવાની પ્રવૃત્તિ ન કરે. આ વિશે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- સાધુ ગૃહસ્થોને શુભ-અશુભ નક્ષત્ર, સ્વપ્ર, વશીકરણ વગેરે યોગ, ભૂત-ભવિષ્ય સંબંધી નિમિત્તો, મંત્ર, ઔષધ તથા તે તે જીવોને ઉપદ્રવ કરનારા અધિકરણ સ્થાનને ન કહે.
શંકા- ૭૪૪. ગુરુના ઘૂંટણ વગેરે દબાવવાથી અને ગુરુના ખોળામાં મસ્તક મૂકવાથી લાભ કે દોષ ?
સમાધાન- શાસ્ત્રમાં દ્વાદશાવર્ત વંદન કરતી વખતે જ ગુરુના ચરણોને સ્પર્શ કરવાનો વિધિ છે, એ સિવાય નહિ. આથી તે સિવાય ગુરુનો સ્પર્શ પણ કરવાનો નથી, તો પછી ઘૂંટણ દબાવવાની કે ખોળામાં માથું મૂકવાની વાત જ ક્યાં રહી ? ખમાસમણાં આપીને કરાતું વંદન પણ ગુરુના અવગ્રહની બહાર (સાડા ત્રણ હાથ દૂર રહીને) કરવાનું છે. અનિવાર્ય કારણ સિવાય ગુરુના અવગ્રહમાં આવવાનો નિષેધ છે. અનિવાર્ય કારણે ગુરુના અવગ્રહમાં આવવું હોય તો પણ ગુરુની રજા લઈને ગુરુ રજા આપે તો જ આવી શકાય. આજે શ્રાવકો વંદન કરીને ગુરુના પગ દબાવે છે કે ગુરુને સ્પર્શે છે તે બરોબર નથી. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી ગુરુના ચરણોને સ્પર્શવાની પ્રથા પણ શાસ્ત્રીય નથી. માટે ગુરુના ઘૂંટણ દબાવવાથી કે ખોળામાં મસ્તક મૂકવાથી અવિધિનો દોષ લાગે. હા, ગુરુ બીમાર હોય તો તેમના પગ દબાવવા વગેરે વેયાવચ્ચ કરવાથી લાભ છે.
શંકા- ૭૪૫. સાધુ ભગવંતો સો ડગલાથી દૂર જાય તો દાંડો અને કામની સાથે રાખવી પડે તેનું શું કારણ ?
સમાધાન– બહાર કૂતરા વગેરેનો ભય રહે. દાંડો સાથે હોય તો દાંડા દ્વારા કૂતરા વગેરેથી રક્ષણ કરી શકાય. ક્યારેક આપણને કલ્પનામાં પણ ન આવે તેવા કાળમાં વરસાદ આવી જાય. કામળી હોય તો ઓઢીને અપકાયના જીવોનું રક્ષણ કરી શકાય. માટે પૂર્વના મહાપુરુષોએ નિયમ બાંધ્યો કે સાધુ-સાધ્વીજીઓએ સો ડગલાથી દૂર જવું હોય તો દાંડો અને કામની સાથે રાખવા. જો આ નિયમ ના હોય તો ચોમાસામાં વરસાદ ન હોય, આકાશ તદ્દન સ્વચ્છ હોય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org