________________
શંકા-સમાધાન
૩૨૭
વરસાદ આવવાની સંભાવના પણ ન હોય, આથી કોઇ અત્યારે કામળીની જરૂર નથી એમ વિચારીને કામળી વિના બહાર જાય અને થોડા જ સમયમાં આકાશ વાદળોથી ઘેરાઇ જાય અને વરસાદ તૂટી પડે. આવા સમયે વિરાધનાથી બચવા માટે પૂર્વના મહાપુરુષોએ એ નિયમ બાંધ્યો કે સો ડગલાથી દૂર જવું હોય તો કામળી સાથે રાખવી. શંકા— ૭૪૬. સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતાં ગણવા કે કમ્પાઉન્ડમાંથી નીકળતા ગણવા ?
સમાધાન– મુખ્યતયા સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતાં ગણવા જોઇએ. પણ કમ્પાઉન્ડ બહુ મોટુ હોય અને માત્રુ વગેરે પરઠવવા જતા દાંડો સાથે લઇ જવો ફાવે તેમ ન હોય વગેરે સંયોગોમાં અપવાદથી કમ્પાઉન્ડમાંથી નીકળતા સો ડગલા ગણવામાં બાધ જેવું નથી. સાધુઓએ સ્વાધ્યાય આદિ માટે સો ડગલામાં વસતિ જોવાની હોય ત્યારે તો ઉપાશ્રયમાંથી નીકળતાં સો ડગલા ગણવા જોઇએ.
શંકા- ૭૪૭. ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઇ ? સમાધાન– ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીના સમયથી શરૂ થઇ છે. ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ બંધુઓની મૂર્તિઓ અષ્ટાપદ ઉપર બનાવીને જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની મૂર્તિ ધંધુકામાં વિદ્યમાન છે. આચાર્ય શ્રી હીરસૂરિ મહારાજાની મૂર્તિ બનાવ્યાની વિગત જાણવા મળે છે. શત્રુંજય માહાત્મ્ય ગ્રંથના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજની મૂર્તિ શત્રુંજય ઉપર જોવા મળે છે.
શંકા- ૭૪૮. “ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઇ” એ પ્રશ્નના સમાધાનમાં “ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીના સમયથી શરૂ થઇ છે. ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ બંધુઓની મૂર્તિઓ બનાવીને અષ્ટાપદ ઉ૫૨ જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી છે” એમ જણાવ્યું છે. અહીં એ પ્રશ્ન થાય કે એ મૂર્તિઓ સિદ્ધ અવસ્થાની હતી કે સાધુ અવસ્થાની હતી ? જો સિદ્ધ અવસ્થાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org