________________
૩૨૮
શંકા-સમાધાન હોય, તો ગુરુમૂર્તિ બનાવવાનો પ્રારંભ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સમયથી થયો તેમ સમજવું ને ?
સમાધાન- શાસ્ત્રમાં જિનમંદિરના શાશ્વત ચૈત્ય વગેરે ચાર પ્રકાર જણાવ્યા છે. તેમાં સાધર્મિક ચૈત્યમાં વારત્તક મુનિની પ્રતિમાનો ઉલ્લેખ છે. વારત્તક મુનિએ દીર્ઘકાળ સુધી સંયમ પાળીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. પછી તેમના પુત્ર સ્નેહથી જિનમંદિર કરાવ્યું અને રજોહરણ-મુહપત્તિને ધારણ કરનારી પિતાની પ્રતિમા તેમાં સ્થાપિત કરી. આ વારત્તક મુનિ ક્યારે થયા તેનો ઉલ્લેખ નથી. પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એના આધારે ઘણા પ્રાચીન કાળમાં થયા છે, એ નિશ્ચિત છે. આનાથી એ પણ નિશ્ચિત થાય છે કે ગુરુમૂર્તિ બનાવવાની પ્રથા પ્રાચીનકાળથી છે. શંકા- ૭૪૯. ગુરુમૂર્તિ પરિકરવાની હોય ? સમાધાન– ન હોય. ગુરુમૂર્તિ પરિકરવાળી બનાવીને ગુરુમૂર્તિને અરિહંત જેવી બનાવવાથી અરિહંતની આશાતનાનો દોષ લાગે.
શંકા- ૭૫૦. ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા કરી શકાય કે અષ્ટપ્રકારી પૂજા કરી શકાય ?
સમાધાન- ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા દરરોજ કરવી જોઇએ. પણ અષ્ટપ્રકારી પૂજા દરરોજ કરવી એ યોગ્ય નથી. હા, ગુરુની સ્વર્ગારોહણ તિથિના દિવસે કે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાના દિવસે અષ્ટપ્રકારી પૂજા કરી શકાય. આમ છતાં અલંકારોથી અંગરચના ન કરી શકાય. જિનપ્રતિમાની અલંકારોથી અંગરચના કરી શકાય. કારણ કે જિનપ્રતિમાની સમક્ષ પિંડસ્થ ભાવના ભાવવાની હોય છે. ગુરુમૂર્તિ સમક્ષ પિંડસ્થ ભાવનાનું શાસ્ત્રીય વિધાન નથી.
શંકા- ૭૫૧. ગુરુમૂર્તિને અને અધિષ્ઠાયક દેવ-દેવીને પંચામૃતથી પ્રક્ષાલ પૂજા થાય ?
સમાધાન થાય. અધિષ્ઠાયક દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. સાધર્મિક ભક્તિના અને ગુરુભક્તિના અનેક પ્રકાર છે. તેમાં પંચામૃતથી પ્રક્ષાલ કરવો એ પણ ભક્તિનો એક પ્રકાર છે. છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org