________________
શંકા-સમાધાન
૩૨૯
કોઇ પંચામૃતથી પ્રક્ષાલ ન કરે અને કેવળ પાણીથી પ્રક્ષાલ કરે તો તેમાં પણ કોઇ દોષ નથી.
શંકા– ૭૫૨. સાધુને માટે અકલ્પ્ય અને અભક્ષ્યમાં કાંઇ તફાવત છે ?
સમાધાન– સાધુ માટે અકલ્પ્ય એટલે આધાકર્મ આદિ દોષથી અશુદ્ધ. સાધુ માટે અભક્ષ્ય એટલે સચિત્ત વસ્તુ. આનો અર્થ એ થયો કે સાધુથી અભક્ષ્ય(=સચિત્ત) આહાર વાપરી શકાય નહિ. ભક્ષ(=અચિત્ત આહાર) પણ જો આધાકર્મ આદિ દોષથી અશુદ્ધ હોય તો ન વાપરી શકાય. આ જ વિષયમાં શાસ્ત્રમાં પ્રાસુક અને એષણીય એવા બે શબ્દો પણ જોવામાં આવે છે. પ્રાસુક એટલે અચિત્ત. (પ્રયતા અસવો ચસ્માત્ તત્ પ્રાસુમ્) એષણીય એટલે આધાકર્મ વગેરે દોષોથી રહિત. સાધુને અપ્રાસુક અને અનેષણીય આહાર ન કલ્પે.
ક્યારેક “ન વપરાય” વગેરે અર્થમાં પણ અકલ્પ્ય શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે કોઇ ઘરમાં પોતાના ઘરના માણસો માટે બટાકાનું શાક તૈયાર કર્યું છે. આ શાક ઉપર જણાવ્યું તેમ ભક્ષ્ય અને કલ્પ્ય છે, અથવા પ્રાસુક અને એષણીય છે. આમ છતાં સાધુને બટાકાનું શાક ન કલ્પ, સાધુથી બટાકાનું નિર્દોષ પણ શાક ન વાપરી શકાય. સાધુઓને સ્ત્રીઓથી સંસક્ત વસતિ(=મકાન) ન કલ્પે, અર્થાત્ સાધુઓથી આવી વસતિમાં ન રહી શકાય. સાધુઓને એકાકી વિહાર કરવો ન કલ્પે, અર્થાત્ સાધુઓથી એકલા ન વિચરી શકાય. આમ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન અર્થમાં અકલ્પ્ય શબ્દનો પ્રયોગ થયેલો જોવામાં આવે છે.
શંકા— ૭૫૩. હમણાં હમણાં ઘણા આચાર્યો માટે તેમના ભક્તોના ઘરે સ્પેશિયલ=આધાકર્મી ગોચરી થાય છે અને ભક્તો તેમના માટે વહોરાવે છે. આવી આધાકર્મદોષવાળી ગોચરી આચાર્યોથી વાપરી શકાય ? જો વાપરી શકાય તો શાસ્ત્રીય પાઠ જણાવશો.
સમાધાન– આ પ્રશ્નના સમાધાનમાં શ્રાવકોએ ઉત્સર્ગ અને અપવાદને સમજવાની જરૂર છે. કોઇ બિમારી ન હોય, શરીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org