________________
શંકા-સમાધાન
કંઇ પણ સાંભળે નહિ અને વખાણે પણ નહિ ત્યારે સંવાસાનુમતિ કહેવાય. અહીં પહેલી અનુમતિમાં પોતે કે બીજાઓએ કરેલા પાપની અનુમતિ છે. બીજી અનુમતિમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપની અનુમતિ છે. ત્રીજી અનુમતિમાં તો તે પણ નથી. માત્ર સંસારમાં રહેલો હોવાથી અનુમતિ છે.
શંકા- ૯૫૨. પ્રતિસેવનાનુમતિ કરતાં પ્રતિશ્રવણાનુમતિમાં શી વિશેષતા છે ?
૪૨૫
સમાધાન– (૧) પ્રતિસેવનાનુમતિમાં પોતે કે બીજાએ કરેલા પાપની પ્રશંસા(=અનુમોદના) કરે છે. જ્યારે પ્રતિશ્રવણાનુમતિમાં માત્ર પુત્રાદિએ જ કરેલા પાપની પ્રશંસા કરે છે, બધાના પાપની નહિ. (૨) પ્રતિસેવનાનુમતિમાં પોતાના માટે કરેલા આહાર આદિ વાપરે છે. પ્રતિશ્રવણાનુમતિમાં પોતાને માટે તૈયાર કરેલા આહાર આદિ વાપરતો નથી. જેમ કે મહાવીર પ્રભુ વડીલબંધ નંદિવર્ધનના આગ્રહથી બે વર્ષ સુધી સંસારમાં રહ્યા ત્યારે પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિના ઉપયોગનો નિષેધ કર્યો હતો.
શંકા- ૯૫૩. પ્રતિશ્રવણાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં શી વિશેષતા છે ?
સમાધાન– પ્રતિશ્રવણાનુમતિમાં પુત્રાદિએ કરેલા પાપને સાંભળે છે અને સાંભળીને અનુમોદના કરે છે. સંવાસાનુમતિમાં તે નથી, માત્ર મમત્વભાવ છે. પ્રતિસેવનાનુમતિ વગેરે શબ્દોના અર્થને વિચારવાથી આ ત્રણ અનુમતિનો અર્થ ઘણો સ્પષ્ટ થઇ જશે. પાપ કરવું-કરાવવું-અનુમોદવું એમ ત્રણ રીતે થાય છે. આ ત્રણ રીતે કરાતા પાપમાં ત્રીજા અનુમોદના રૂપ પાપમાં માત્ર અનુમતિ છે. એનો અર્થ એ થયો કે પોતે પાપ કરતો નથી, કરાવતો નથી, કિંતુ પાપની માત્ર અનુમોદના કરે છે.
પ્રતિસેવનાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે– પ્રતિસેવન એટલે પાપનું સેવન. પાપસેવનની અનુમતિ તે પ્રતિસેવનાનુમતિ. આ અનુમતિમાં (૧) પોતે ભૂતકાળમાં જે પાપો કર્યા હોય તેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org