________________
શંકા-સમાધાન
૩૭૫ જીવ અજ્ઞાનતાના કારણે જ્યાં દીક્ષા લેવાથી અહિત થાય, ત્યાં દીક્ષા લેતો હોય, તો સાધુ તેને સમજાવે કે અમુક સ્થળે દીક્ષા લેવાથી તમારું હિત નહિ થાય. પણ મારી પાસે દીક્ષા લો એમ ન કહે. પછી સામી વ્યક્તિ પોતાની પાસે દીક્ષા લેવા તૈયાર થાય અને પોતાનામાં તેને સંભાળવાનું સામર્થ્ય હોય તો દીક્ષા આપે એ જુદી વાત છે. પણ પહેલેથી મારી પાસે દીક્ષા લો એમ ન કહે.
શંકા- ૮૩૮. રાજીમતી સાધ્વી અને રથનેમિ મુનિના પ્રસંગમાં રથનેમિ મુનિ માટે તો એકલાપણું ઘટે, પણ રાજીમતી સાધ્વી માટે એકલા જવું કેમ ઘટે ?
સમાધાન– ઘણી સાધ્વીઓ સાથે વિહાર કરતી હોય તો પણ ગતિની મંદતા-તીવ્રતા આદિ અનેક કારણોથી કોઈ એક સાધ્વીજી થોડા આગળ-પાછળ થઈ જાય એવું બને એ સહજ છે. આ રીતે રાજીમતી સાધ્વીજી પણ બીજી સાધ્વીજીઓથી થોડા આગળ-પાછળ થઈ ગયા હશે અને એ દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હશે. જેથી અપ્લાયની વિરાધનાથી બચવા રાજીમતી ઝડપથી એકલા જ નજીકની ગુફામાં જતા રહ્યા હશે. આમ રાજીમતી સાધ્વીજીને એકલાપણું ઘટવામાં વાંધો નથી.
શંકા– ૮૩૯. ચાતુર્માસ માટે આવેલ સાધુ-સાધ્વીજીઓ સંવત્સરી પછી સ્થાન-ઉપાશ્રય કે ગામ બદલે તે પ્રવૃત્તિ પ્રોત્સાહન આપવા જેવી ગણાય ?
સમાધાન- વિશિષ્ટ કારણ વિના તે પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપવું જોઇએ.
દીક્ષા સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૪૦. સંસારમાં રહીને લોકસેવા કરવી જોઇએ કે દીક્ષા લેવી જોઈએ ? બેમાંથી વધારે સારું શું ? સેવા કરનારની કર્મનિર્જરા મોક્ષલક્ષી હોય? સેવાભાવી તેની પ્રવૃત્તિથી મોક્ષ નજીક આવતો જાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org