________________
શંકા-સમાધાન
સમાધાન– જૈનશાસનમાં સ્વઆત્મહિત અને પરઆત્મહિત એ બેમાં પોતાના આત્મહિતની પ્રધાનતા છે. આ વિષે કહ્યું છે— अप्पहियं कायव्वं जइ सक्कं परहियं पि कायव्वं । अप्पहियं परहियाणं अप्पहियं चैव कायव्वं ॥
૩૭૬
“સ્વહિત (પોતાના આત્માનું હિત) કરવું, શક્તિ હોય તો પરહિત પણ કરવું. સ્વહિત અને પરહિત બેમાંથી એક જ હિત થઇ શકે તેમ હોય ત્યારે સ્વહિત જ કરવું.
ચારિત્ર લેવાથી જેટલું સ્વહિત થઇ શકે તેટલું સ્વહિત સંસારમાં રહીને લોકસેવા કરવા છતાં ન થઇ શકે. માટે જેનામાં ચારિત્ર લેવાની યોગ્યતા અને સામર્થ્ય હોય તેને ચારિત્ર લેવું જોઇએ. ચારિત્ર લેનાર ચૌદ રાજલોકમાં રહેલા સર્વજીવોને પોતાના તરફથી અભયદાન આપે છે. બધા જ દાનોમાં અભયદાન સમાન અન્ય કોઇ દાન નથી. આથી ચારિત્ર લેનાર બધા જીવોની સેવા (દયા) કરે છે. જે ચારિત્ર ન લઇ શકે તેણે શ્રાવકના બાર વ્રતો ધારણ કરીને જિનાજ્ઞા મુજબ લોકસેવા કરવી જોઇએ.
લોકસેવા કરવા માટે દ્રવ્યદયા અને ભાવદયાને બરાબર સમજવી જોઇએ. બીજાનાં રોગ, ગરીબાઇ, ભૂખ-તરસ વગે૨ે બાહ્ય દુઃખોને દૂર કરવાની ભાવના દ્રવ્યદયા છે. અજ્ઞાનતા, ચિંતા, ભય, શોક, ક્રોધ વગેરે આંતરિક દુઃખોને દૂર કરવાની ભાવના ભાવદયા છે. દ્રવ્યદયાની પ્રવૃત્તિથી બીજાનું કલ્યાણ કરી શકાય, પણ તે સ્થૂલ (કામચલાઉ-ટેમ્પરરી) કલ્યાણ છે. ભાવદયાની પ્રવૃત્તિથી બીજાનું સૂક્ષ્મ (સ્થાયી-૫૨મેનન્ટ) કલ્યાણ કરી શકાય છે. બીજાના બાહ્ય દુઃખોને દૂર કરવા એ સ્થૂલ કલ્યાણ છે. બીજાના દુઃખના કારણોને (અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરેને) દૂર કરવા એ સૂક્ષ્મ કલ્યાણ છે. સાચો સાધુ જ સૂક્ષ્મ કલ્યાણ કરી શકે છે.
ગરીબને આર્થિક સહાય કરવી, ભોજન આપવું, ઔષધ આપવું, વસ્ત્રો આપવા, આધાર વિનાના માણસોને આધાર આપવો, સંકટમાં
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org