________________
શંકા-સમાધાન
૩૭૭
સહાય કરવી, આ બધું સ્થૂલ કલ્યાણ છે. આધ્યાત્મિક શિક્ષણ આપવું, ધર્મનો ઉપદેશ આપવો, ધર્મની પ્રેરણા કરવી, આ બધું સૂક્ષ્મ કલ્યાણ છે.
હોસ્પિટલો બનાવવી, વ્યાવહારિક શિક્ષણ માટે શાળા બનાવવી, લોકોની સગવડતા માટે વાવ-તળાવ બનાવવા વગેરે સ્થૂલ કલ્યાણનાં કામો ગણાય છે. આમાં પણ હોસ્પિટલ અને શિક્ષણની પ્રવૃત્તિ સીધી કે આડકતરી રીતે હિંસાને પોષનારી હોવાથી એને પૂલ કલ્યાણકારી પણ ગણી શકાય કે નહિ ? આ ખૂબ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે.
જિનમંદિરો બંધાવવા, ઉપાશ્રયોનું નિર્માણ કરવું, ધાર્મિક પાઠશાળાઓ શરૂ કરવી વગેરે સૂક્ષ્મ કલ્યાણનાં કામો છે. મોટા ભાગના જીવો અજ્ઞાન હોવાના કારણે લોકોનું સ્થૂલ કલ્યાણ કરવામાં જ રસ ધરાવે છે. જ્ઞાનીઓ જ સૂક્ષ્મ કલ્યાણ કરી શકે.
કોની સેવા કરાય અને કોની દયા કરાય, એ પણ સમજવું જોઇએ. ધર્મી=ગુણી આત્માની સેવા કરાય અને ધર્મહીનની=ગુણરહિતની દયા કરાય. જેમ કે કોઈ ઉદાર માણસ આર્થિક સ્થિતિથી નબળા ધર્મીને ધનની મદદ કરે તો તેણે ધર્મીની સેવા કરી એમ કહેવાય. ધર્મરહિત ગરીબને મદદ કરનારે ગરીબની દયા કરી એમ કહેવાય. આમ સેવા અને દયામાં ભેદ છે. આમ છતાં અજ્ઞાની માણસો સેવા અને દયાના અર્થને સમજતા ન હોવાથી જયાં દયા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ ત્યાં સેવા શબ્દનો પ્રયોગ કરે છે. સ્થૂલકલ્યાણ અને સૂક્ષ્મકલ્યાણનો ભેદ ન સમજવાના કારણે લોકોનું સ્થૂલ કલ્યાણ કરવામાં જ કલ્યાણ માને છે.
આ રીતે સમજપૂર્વક સેવા કરનારને જે કર્મનિર્જરા થાય તે મોક્ષલક્ષી હોય તથા વિવેકપૂર્વક થતી સેવાની પ્રવૃત્તિથી અવશ્ય મોક્ષ નજીક આવતો જાય.
શંકા- ૮૪૧. દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા હોય ત્યારે શું કરવું જોઇએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org