________________
૩૭૮
શંકા-સમાધાન સમાધાન– દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા સર્વપ્રથમ ગુરુનો ઉપદેશ શાસ્ત્રાનુસારી છે કે શાસ્ત્રવિરુદ્ધ છે તે જોવું જોઇએ. ત્યાર બાદ તેના આચારો કેવા છે તે જોવું જોઇએ. આચારોમાં ચોથા-પાંચમા મહાવ્રતનું પાલન કેવું કરે છે તે જોવું જોઈએ. પ્રતિક્રમણ, પડિલેહણ, વિહાર આદિમાં વિધિ કેટલી સાચવે છે વગેરે પણ જોવું જોઇએ. મૂલગુણ અને ઉત્તરગુણોનું પાલન કેવું કરે છે તે પણ જોવું જોઇએ. જોકે વર્તમાનકાળમાં સર્વ ગુણસંપન્ન ગુરુ મળવા દુર્લભ છે. આમ છતાં વર્તમાનકાળ પ્રમાણે જે સારું ચારિત્ર પાળતા હોય તેવા સાધુઓને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ.
શંકા- ૮૪૨. મુમુક્ષુએ દીક્ષા લઈને જીવનનું સમર્પણ કરવા માટે ગુરુમાં કયા ગુણ જોવા જોઈએ ?
સમાધાન– ગુરુમાં મૂલગુણ અને ઉત્તરગુણો જોવા જોઈએ. પાંચ મહાવ્રતોનું પાલન મૂલગુણ છે. પ્રતિક્રમણ, પડિલેહણ, નિર્દોષ ભિક્ષા વગેરે ઉત્તરગુણો છે.
શંકા- ૮૪૩. જૈનો દીક્ષા લીધા પછી પણ લોકેષણા(=માન મેળવવાની વૃત્તિ) વગેરેને કેમ છોડી શકતા નથી ?
સમાધાન મોટા ભાગના જૈન સાધુઓ લોકૈષણા વગેરેથી રહિત બનીને સ્વ-પરનું આત્મહિત થાય તેવી પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે બધા જ જૈન સાધુઓ લોકેષણાવાળા છે એમ માનવામાં અજ્ઞાનતા સિવાય બીજું કોઈ કારણ નથી. હા, કોઈ કોઈ જૈન સાધુઓ પણ લોકૈષણાવાળા હોઈ શકે છે. આનું કારણ મોહ છે. સાધુઓ પણ તદ્દન મોહથી રહિત બની ગયા નથી. આથી જ જૈન સાધુઓ જીવનપર્યત મોહને જીતવાનો પુરુષાર્થ કરે છે. આથી એમ અવશ્ય કહી શકાય કે જૈન સાધુ એટલે મોહને જીતવા મોહની સામે ઝઝૂમનારો યોદ્ધો ! જેમ યુદ્ધ ચાલતું હોય ત્યારે એકબીજાની હારજીત થયા કરતી હોય છે, તેમ આ જૈન સાધુ અને મોહ એ બેના યુદ્ધમાં ક્યારેક મોહ જીતી જાય એવું પણ બને અને તેથી સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org