________________
૫૦૮
શંકા-સમાધાન સૂરિ જગચંદ જગ સમરસે ચંદ્રમા, જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમા તેહ પામ્યું તપા નામ બહુ તપ કરી, પ્રગટ આઘાટ પુરિ વિજયકમલા વરી //રા એહ ષટ નામ ગુણઠામ તપગણ તણા, શુદ્ધ સદ્દહણ ગુણરયણ એહમાં ઘણા | એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા //ર૩ી. શંકા- ૧૧૦૩. “શુકરાજાથી વિસ્તયો એ, શત્રુંજય ગુણખાણ.” આ શુકરાજા કઈ ચોવીસમાં અને કયા ભગવાનના સમયે થયા ?
સમાધાન- શત્રુંજયને માહાભ્ય વધારનાર શુકરાજા કઈ ચોવીસમાં અને ક્યા ભગવાનના વારે થયા તે તેની કથામાં ઉલ્લેખ નથી. પણ વર્તમાન ચોવીસીમાં આદિનાથના તીર્થમાં થયા હશે એમ અનુમાન થઈ શકે છે. કારણ કે તેની કથામાં ગોમેધયક્ષ અને ચક્રેશ્વરી દેવીનો પ્રસંગ આવે છે.
શંકા- ૧૧૦૪. સાત વ્યસનો તો જાણીતા છે. હા પણ એક વ્યસન જ છે. જેવી રીતે રાત્રિભોજન વગેરેના અને સાત વ્યસનના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે તેવી રીતે આના ત્યાગનો ઉપદેશ અપાય છે ?
સમાધાન- સાધુઓ અવસરે અવસરે હાના ત્યાગનો પણ ઉપદેશ * આપે છે અને જે સાધુઓ ના ત્યાગનો ઉપદેશ ન આપતા હોય તેમણે અવસરે ઉપદેશ આપવો જોઇએ.
શંકા- ૧૧૦૫. ઉપધાનાદિ ક્રિયા સિવાય શ્રાવિકાઓ પર વાસક્ષેપ ન કરે તો દોષ લાગે ?
સમાધાન- ઉપધાનાદિ ક્રિયા સિવાય પણ વિશિષ્ટ તપ આદિ પ્રસંગે વાસક્ષેપ નાખવાનો નિષેધ કરવો એ ઉચિત જણાતું નથી. પણ વિશિષ્ટ કારણ વિના રોજ વાસક્ષેપ નાખવાની પ્રથા બરોબર જણાતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org