SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૯૧ પામે તો કદરૂપું શરીર પામે. જેથી એ શરીર બીજાને બતાવતાં પણ શરમ આવે અને ઢાંકીને રાખવું પડે. એવું સ્પષ્ટ રીતે શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે. કોઇપણ ભાઇઓ તથા બહેનોએ પોતાની તરફ જોનારને વિકાર ન જાગે, ખરાબ ભાવના-ખરાબ વૃત્તિ ન જાગે એવાં કપડાં પહેરવાં જોઈએ. ઉચિત પહેરવેશ પહેરવાથી આપણને જોનારી વ્યક્તિને પવિત્ર અને સારો ભાવ જાગે છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને ચૌદ રાજલોકમાં જે તીર્થનો જોટો નથી એવા શ્રી શત્રુંજય તીર્થમાં જે ભાઈઓ બર્મુડા, માત્ર ગંજી, લુંગી તેમજ બહેનો પેન્ટ-શર્ટ, મિની સ્કર્ટ, મીડી, મેક્સી, બડા, સ્લીવલેસ ડ્રેસ વગેરે કઢંગા, અંગોપાંગ દેખાય એવા અવિવેકી અને ઉત્તેજક વસ્ત્રો પહેરીને આવે છે, તેઓ બીજા ઉચિત કપડાં પહેરીને આવે તો જ ગિરિરાજ ઉપર જવા દેવામાં આવશે એવું નક્કી કર્યું છે. આજે પણ શીખોના ગુરુદ્વારામાં, પારસીઓની અગિયારીમાં, મુસ્લિમોની મજીદમાં, ખ્રિસ્તીઓના વેટિકનસિટીમાં, વૈદિકોના દક્ષિણના ઘણા મંદિરોમાં, બૌદ્ધોના તિબેટના મંદિરોમાં, પ્રાયઃ યહુદીઓના સિનાગોગમાં પણ પહેરવેશની મર્યાદાનું ચુસ્તપણે પાલન કરાવાય છે, તો આપણા લોકત્તર ધર્મની તો શી વાત ! બધા સુધી આ વાત પહોંચી શકે, બરાબર અમલ થઈ શકે અને અવ્યવસ્થા ન સર્જાય એ હેતુથી થોડા વખત પછી તેનો કડક અમલ કરવાની યોગ્ય વિચારણા ચાલી રહેલ છે. આ બાબતની સૌએ નોંધ લેવી. - શેઠ આણંદજી કલ્યાણજી, તા. ૧૪-૦૩-૨૦૦૩. જનરલ શંકા-સમાધાન શંકા- ૧૦૭૫. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની ? સમાધાન- સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી મુખ્યત્વે ગીતાર્થ ગુરુ ભગવંતોની છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy