________________
શંકા-સમાધાન
૩૮૫
સમાધાન– વર્તમાનમાં તપગચ્છમાં શંખના નહિ, કિન્તુ અક્ષના સ્થાપનાચાર્યજી બનાવવામાં આવે છે. ગુજરાતીમાં તેને આરિયા કહે છે. અક્ષનો આકાર શંખના જેવો હોય છે. તે સમુદ્રમાં શંખની જેમ ઉત્પન્ન થતા બેઇન્દ્રિય જીવોનું ક્લેવર=શરીર છે. અક્ષ પણ શંખ વગેરેની માફક શ્રેષ્ઠ પદાર્થ હોવાથી અનુયોગદ્વારમાં તેની સ્થાપના કરવાનું વિધાન છે. અનુયોગદ્વારમાં કોડામાં મોટી કોડિમાં) પણ સ્થાપના કરવાનું જણાવ્યું છે. પણ હાલ કોડા સ્થાપનાચાર્ય તરીકે રાખવામાં આવતા નથી.
અનુયોગદ્વાર વગેરે ગ્રંથોમાં ગુરુસ્થાપનાના સદ્દભાવ અને અભાવ એમ બે પ્રકાર જણાવ્યા છે. ઉત્તમ કાષ્ઠ વગેરે ઘડીને ગુરુના જેવો આકાર બનાવીને તે મૂર્તિમાં વિધિપૂર્વક ગુરુના છત્રીસ ગુણોનું આરોપણ કરવામાં આવે તે સદ્ભાવ ગુરુ સ્થાપના છે. અક્ષ અને કોડા વગેરેમાં ગુરુના ગુણોનું આરોપણ કરવામાં આવે તે અસદ્ભાવ ગુરુસ્થાપના છે. આ બે પ્રકારની સ્થાપનાને અનુક્રમે સાકાર સ્થાપના અને અનાકાર સ્થાપના એમ પણ કહી શકાય.
ગુરુસ્થાપનાના ઇવર અને યાવત્કથિક એવા બે ભેદ પણ છે. સામાયિક વગેરે ધર્મક્રિયા કરવાની હોય ત્યાં સુધી જ અલ્પકાળ માટે સ્થાપના સ્થાપવી, તે ઇવર સ્થાપના. પ્રતિષ્ઠા વગેરે વિધિપૂર્વક કરેલી સ્થાપના તે વસ્તુ જયાં સુધી રહે ત્યાં સુધી ગુરુ તરીકે મનાય છે, માટે તે યાવત્રુથિક સ્થાપના છે.
અનુયોગદ્વાર આગમમાં અક્ષમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન હોવાથી વર્તમાનમાં તપગચ્છમાં રખાતા અક્ષના સ્થાપનાજી શાસ્ત્રીય છે તથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પંચવસ્તુક ગ્રંથમાં આચાર્યપદ પ્રદાનની વિધિમાં નૂતન આચાર્યને અક્ષ આપવાનું જણાવ્યું છે. આથી જણાય છે કે અક્ષની સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ ઘણા પ્રાચીનકાળથી છે.
શંકા- ૮પ૬. ખરતરગચ્છમાં ચંદનના પાંચ શિખર બનાવીને સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગમાં લે છે. અચલગચ્છમાં ચંદનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org