________________
૫૪૬
શંકા-સમાધાન
ઘટના ભગવાન મહાવીરના જીવન પ્રસંગમાં આવે છે. જો આ પ્રવૃત્તિ પ્રશંસનીય હોય તો પ્રવૃત્તિની પ્રશંસાથી હિંસાની પણ અનુમોદના ન થઈ જાય ?
સમાધાન– પ્રશસ્તિ ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય જ છે. પ્રશસ્ત પ્રવૃત્તિની પ્રશંસાથી તેના દ્વારા થતી હિંસાની અનુમોદના થતી નથી.
શંકા– ૧૧૬૭. પરમાત્માની ભક્તિ કરનારા રાવણ અને શ્રેણિક વગેરે દુર્ગતિમાં ગયા. તો તેમનું તે ભવનું પુણ્ય પાપાનુબંધી ગણાય કે પુણ્યાનુબંધી ગણાય ?
સમાધાન- આવા ઉત્તમ જીવોના પુણ્યને પાપાનુબંધી કહી શકાય નહિ. કોઈ વિશિષ્ટ કોટિના પાપના ઉદયકાળમાં તેવા પ્રકારનું પાપ થઈ જાય અને એથી નરકાદિ દુર્ગતિમાં જનારા થાય, એમ બની શકે.
શંકા– ૧૧૬૮. ચાર શરણસ્વીકાર, દુષ્કૃતગર્તા, સુકૃત અનુમોદના કરવાથી શો લાભ થાય ?
સમાધાન- ચાર શરણ સ્વીકાર આદિ કરવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે. તથાભવ્યત્વના પરિપાકથી પાપકર્મોનો નાશ થાય. પાપકર્મોનો નાશ થવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મની પ્રાપ્તિથી સંસારનો વિચ્છેદ થાય.
શંકા- ૧૧૬૯. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં “મિશ્ર' પછી વિવેક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તીવ્રતાની દૃષ્ટિએ ઉત્તરોત્તર ચઢતા ક્રમે દેખાય છે. વિવેકને મિશ્ર કરતાં તીવ્ર કેવી રીતે ઘટાવવું ?
સમાધાન- મિશ્ર પ્રાયશ્ચિત્તમાં ગુરુને આલોચના કહીને મિચ્છા મિ દુક્કડ આપવાનું હોય છે. એથી એમાં શરીરને કોઈ તકલીફ પડતી નથી. જ્યારે વિવેક પ્રાયશ્ચિત્તમાં અશુદ્ધ આહારને પરઠવવા બહાર જવું પડે છે. તેમાં પણ શહેરોમાં ઘણા દૂર સુધી જવું પડે છે. આ દૃષ્ટિએ મિશ્ર પ્રાયશ્ચિત્તથી વિવેક પ્રાયશ્ચિત્ત તીવ્ર છે. બીજી રીતે વિચારીએ તો અશુદ્ધ આહાર-પાણીને પરઠવ્યા પછી વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એથી વિવેક પ્રાયશ્ચિત્તની સાથે વ્યુત્સર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org