________________
શંકા-સમાધાન
૫૪૭
પ્રાયશ્ચિત્ત સંલગ્ન છે. આથી પણ મિશ્ર પ્રાયશ્ચિત્તથી વિવેક પ્રાયશ્ચિત્ત તીવ્ર છે એ ઘટી શકે છે.
શંકા- ૧૧૭૦. દીક્ષા ન લઈ શકાતી હોય અથવા અમુક ધર્મક્રિયા ન થઈ શકતી હોય એનું દુઃખ થાય તેમાં અને આર્તધ્યાનમાં શું તફાવત ?
સમાધાન– ભૌતિક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય કે ભૌતિક અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય તેમાં થતુ દુઃખ આર્તધ્યાન છે. આત્મહિત ન સાધી શકાય એવું દુઃખ પ્રશસ્ત ધ્યાન છે. દીક્ષા ન લઈ શકાતી હોય અથવા અમુક ધર્મક્રિયા ન થાય એવું દુઃખ આત્મહિત નથી સાધી શકાતું એનું દુઃખ છે. આથી તે દુઃખ આર્તધ્યાન નથી, કિંતુ પ્રશસ્ત ધ્યાન છે. અહીં જણાવેલી આર્તધ્યાનની અને પ્રશસ્ત ધ્યાનની વ્યાખ્યાથી આર્તધ્યાન અને પ્રશસ્ત ધ્યાનમાં શો ભેદ છે તે સ્પષ્ટ સમજી શકાય છે.
શંકા- ૧૧૭૧. વિદેશમાં પંચકલ્યાણકની ઉજવણીના અવસરે શાલિભદ્ર અને તેમ-રાજુલ જેવા નાટકો રાખવામાં આવ્યા છે એવું જાણવામાં આવ્યું છે. તો આ યોગ્ય છે ?
સમાધાન– મહાપુરુષોના નાટકો રાખવા એ જરાય યોગ્ય નથી. ધાર્મિક મહાપુરુષોનું નાટક ભજવવામાં તેમનું ગૌરવ હણાય છે.
ક્યાં એ ઉદાત્ત ઉત્તમ પુરુષો અને ક્યાં નાટક ભજવનારા તુચ્છ નાટકિયા માનવો ? તેમાં પણ શ્રમણ-શ્રમણીઓના પાત્ર ભજવાયા એ તો શ્રમણ-શ્રમણીઓનું ઘોર અપમાન છે. શાસ્ત્રોમાં મહાપુરુષોના અને મહાસતીઓના જીવનનું સ્મરણ કરીને તેમના ગુણો મેળવવાનું કહ્યું છે પણ તેમના જીવન પ્રસંગોનું નાટક ભજવવાનું કહ્યું નથી. વળી આજના પડતા કાળમાં ધાર્મિક નાટકો જોઈને પણ કામઆસક્તિ વગેરે દુર્ભાવો પેદા થવાની પૂરી શક્યતા છે. જેમને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાની જરાય જિજ્ઞાસા નથી તેવાઓ આવા નાટકો જોઇને ધર્મભાવનાવાળા બને એવી કોઈ શક્યતા જ નથી. આવા નાટકોથી ધર્મના બહાને કુતૂહલવૃત્તિને પોષવાનું જ થાય છે. આવા નાટકો જોઇને લોકો વગર પૈસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org