________________
શંકા-સમાધાન
૪૧ ૧
અંદરના ઘરોમાં એમ.સી.વાળા બહેનો હોય, તો ચલાવી લેવામાં આવે છે, તેમ અહીં પણ ચલાવી લેવું પડે.
શંકા- ૯૧૭. સુધર્મા સ્વામી આદિ પર્યુષણમાં શું વાંચતા હશે? સમાધાન- સુધર્મા સ્વામી નવમા પૂર્વમાં રહેલું આજ કલ્પસૂત્ર અધ્યયન વાંચતા હશે એવી સંભાવના જણાય છે.
શંકા- ૯૧૮. પૂજય સાધ્વીજી ભગવંતો પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચન શ્રાવક-શ્રાવિકા સમક્ષ કરી શકે ? સમાધાન ન કરી શકે. કેવળ શ્રાવિકા સમક્ષ કરી શકે.
વ્યાખ્યાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૧૯. ઈચ્છકારી ભગવત્ પસાય કરી વાયણા પસાર કરશોજી. આમાં કરશોજી ને બદલે ક્યાંક કરાવશોજી બોલાય છે તે યોગ્ય છે ?
સમાધાન– “કરાવશોજી” એમ બોલાય છે તે યોગ્ય નથી. પસાય પ્રાકૃત શબ્દ છે. પ્રાકૃત પસાય શબ્દનો ગુજરાતીમાં પ્રસન્નતા કે મહેરબાની એવો અર્થ થાય. આથી ઈચ્છકારી ભગવત્ પસાય કરી વાયણા પસાય કરશોજીનો અર્થ આ પ્રમાણે છે- હે ભગવંત ! આપ પ્રસન્ન થઈને આપની ઈચ્છાથી મારા ઉપર વાચના પ્રદાનરૂપ કૃપા કરો. જો “કરશોજી”ના સ્થાને “કરાવશોજી” એમ બોલવામાં આવે તો “કૃપા કરાવો” એવો અર્થ થાય. આવો અર્થ અહીં ઘટતો નથી.
શંકા– ૯૨૦. આપણી વ્યાખ્યાન સભામાં શ્રાવિકાઓ ઉઘાડા માથે બેસે છે, સામાયિક પણ ઉઘાડા માથે કરે છે, વરઘોડા, સામૈયા આદિમાં પણ ઉઘાડા માથે રસ્તા પર ફરે છે અને વાસક્ષેપ નખાવવા માટે ગુરુ મહારાજ સમક્ષ માથું ખોલે છે અને ઉઘાડા માથા પર વાસક્ષેપ નંખાવે છે. આ બધું યોગ્ય છે ?
સમાધાન– આ બધું જરાય યોગ્ય નથી. આ વિષે અવસરે અવસરે સાધુ ભગવંતોએ વ્યાખ્યાનમાં ટકોર કરતા રહેવું જોઇએ. ટ્રસ્ટીઓએ પણ આ અંગે ઉચિત કરવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org