________________
४७६
શંકા-સમાધાન
ન હોય. આથી તે અત્યંત ત્યાગમય સાધુ જેવું જીવન જીવે અને નિરર્થક હિંસા ન થઈ જાય તેની અતિશય સાવધાની રાખે તો તેને હતુહિંસા ન પણ લાગે.
શંકા- ૧૦૪૯. દેરાસરમાં-ગભારામાં ઘીના દિવા ગ્લાસમાં થાય છે. સાંજના ખાસ તેમાં હિંસા થાય છે. તેના બદલે કવરવાળી ફક્ત એક જ ટ્યુબલાઈટ મૂકવામાં આવે તો બિલકુલ હિંસા ન થાય.
સમાધાન– ઘીના ગ્લાસના દિવા ખુલ્લા રહે છે તેથી હિંસા થાય છે. આથી દિવા ખુલ્લા ન રહે તેવું કરવું જોઈએ. ઘીના દિવા ખુલ્લા ન રહે અને પ્રકાશ પણ આવે તેમ કરવું એ અશક્ય નથી. જિનપૂજા યતનાપૂર્વક કરવાની છે. પ્રકાશ માટે રાખેલા ઘીના દિવા ખુલ્લા રહે એ અયતના છે. જ્યાં અયતના હોય ત્યાં હિંસાનો દોષ લાગે. માટે આ અંગે ટ્રસ્ટીઓ સાથે વિચારણા કરીને હિંસા ન થાય તેમ કરવું જોઇએ. પણ કવરવાળી પણ ટ્યુબ લાઇટ તો ન જ વપરાય. કારણ કે ટ્યુબ લાઇટમાં વિદ્યુત હોય છે. એ વિદ્યુત પંચેન્દ્રિય જીવોની હિંસાથી થાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પંચેન્દ્રિય જીવો પણ હણાય છે. આવી હિંસક વિદ્યુત અભયદાતા અને અભયદાનનો ઉપદેશ આપનાર અરિહંત ભગવાનના મંદિરમાં કેવી રીતે વાપરી શકાય ? ખુલ્લા દિવા રાખવામાં જે હિંસા સંભવે છે એથી સીધી કે પરંપરાએ અનેક ગણી હિંસા વિદ્યુતમાં થાય છે.
શંકા- ૧૦૫૦. વ્યાખ્યાન સમયે કરવામાં આવતી ગહુલીમાં ઘીના દીવા થાય, ફૂલ મૂકાય, તો હિંસા થઈ તેમ ગણાય કે આવો ઉપયોગ અનુચિત છે એમ કહેવાય ?
સમાધાન- ગહ્લીમાં જણાપૂર્વક થતા ઘીના દીવા વગેરેમાં હિંસા થઈ તેમ ન ગણાય તથા આવો ઉપયોગ અનુચિત છે એમ પણ ન કહેવાય.
શંકા- ૧૦૫૧. ગોવધ કરવાનો કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ચાલતા કતલખાનામાં બહુ હિંસા થાય છે. આથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org