________________
શંકા-સમાધાન
૪૭૫
થી ૧૭૩માં પૃથ્વીકાયના ઉત્પત્તિ સ્થાનો જણાવ્યા છે. તેમાં રત્નની પ્રતિમાનો ઉલ્લેખ નથી.
જીવદયા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૫. જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ?
સમાધાન– જેમ બને તેમ જલદી વાપરી નાખવા જોઇએ. અનિવાર્ય સંયોગો સિવાય જીવદયાની રકમ રાખી મૂકવાથી ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ દોષના ભાગીદાર બને. શંકા- ૧૦૪૬. જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ?
સમાધાન- જીવદયાની રકમ પાંજરાપોળમાં અને કતલખાને જતા પશુઓને બચાવવામાં વાપરી શકાય. પશુઓને બચાવવાની પ્રવૃત્તિ કરતી સંસ્થામાં આપી શકાય. ગૌશાળા જો કેવળ કમાવાના ધ્યેયથી જ ચાલતી હોય તો તેમાં ન વાપરી શકાય.
હિંસા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૭. જિનપૂજા-જિનમંદિર નિર્માણ-ઉપાશ્રય નિર્માણ આદિ શ્રાવક માટે વિહિત કાર્યો કરતાં સ્વરૂપ-હેતુ-અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે ?
સમાધાન– સમ્યગ્દષ્ટિ શ્રાવક આવા કાર્યો જો યતનાપૂર્વક કરે તો સ્વરૂપહિંસા લાગે, યતના વિના કરે તો હેતુ અને સ્વરૂપ એ બે હિંસા લાગે. આજે આવા કાર્યોમાં યતના જાળવવાની બહુ જરૂર છે.
શંકા-૧૦૪૮. અનિવાર્ય સંયોગોમાં હેયબુદ્ધિપૂર્વક સંસારના પાપકાયો કરનારને હેતુ-સ્વરૂપ અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે?
સમાધાન- પ્રાયઃ સ્વરૂપ અને હેતુ એ બે હિંસા લાગે. કારણ કે હેતુહિંસાનું કારણ પ્રમાદ છે. ગૃહસ્થ સર્વથા પ્રમાદથી રહિત ન હોય. અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું કે કોઈ ગૃહસ્થ દીક્ષાની ઉત્કટ ભાવનાવાળો હોય પણ તેવા સંયોગોના કારણે દીક્ષા લઈ શકે તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org