________________
૫૧૮
શંકા-સમાધાન
વિધિ મુજબ તો મૃત્યુ પામનારે પોતાનું સંપૂર્ણ શ૨ી૨ વોસિરાવી દેવાનું છે, એટલે ચક્ષુદાન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.
આમ છતાં જૈનોથી ચક્ષુદાન ન થાય એમ પ્રચારવામાં આવે તો સંભવ છે કે શિષ્ટ ગણાતા લોકો પણ જૈન ધર્મની નિંદા કરે અને એથી જૈનશાસનની લોકમાં અપભ્રાજના થાય. શાસ્ત્રો કહે છે કે જૈનધર્મની અપભ્રાજના એ મોટામાં મોટું પાપ છે અને જૈનધર્મની પ્રશંસા મોટામાં મોટો ધર્મ છે. જૈનધર્મની અપભ્રાજનાને અટકાવવા તો મુનિએ રજોહરણને પણ બાળી નાખ્યું, એથી જૈનધર્મમાં ચક્ષુદાનનો નિષેધ નથી, કિંતુ વિવેકરહિત ચક્ષુદાનનો નિષેધ છે, એમ કહી શકાય.
વળી શાસ્ત્રોક્ત નીચેની વાતને પણ આપણે ભૂલવી ન જોઇએ. શાસ્ત્રમાં સાધુઓએ અને શ્રાવકોએ શું શું કરવું જોઇએ અને શું શું ન કરવું જોઇએ એ જણાવ્યું છે. આ જણાવ્યા પછી મહત્ત્વની એક વાત જણાવી છે. તે આ પ્રમાણે- સાધુઓ-શ્રાવકો માટે જે જે ક૨વાનું જણાવ્યું છે અને જે જે ન કરવાનું જણાવ્યું છે તે એકાંતે ન સમજવું. કેમ કે ક૨વા યોગ્ય પણ કાર્ય તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસારે ન કરવા યોગ્ય બની જાય અને ન કરવા યોગ્ય પણ કાર્ય તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસારે કરવા યોગ્ય બની જાય. દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને ગીતાર્થો જ જાણી શકે. આથી ગીતાર્થા તે તે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવના આધારે કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરી શકે.
શંકા- ૧૧૧૧. ‘જિનશાસનદેવકી જય' આમાં દેવ શબ્દ દેવતા અર્થમાં છે કે ભગવાન અર્થમાં છે ?
સમાધાન– દેવતા અર્થમાં સંભવે છે. જિનશાસનના દેવ એવો અર્થ કરીએ, તો ભગવાનનો અર્થ પણ ઘટી શકે.
શંકા- ૧૧૧૨. અપ્લાય જીવોની ઉત્પત્તિ કયા કયા સ્થાનમાં થાય
છે ?
સમાધાન આ વિષે લોકપ્રકાશ ગ્રંથના દ્રવ્યલોક પ્રકાશના પાંચમા સર્ગમાં આ મુજબ જણાવ્યું છે- ઘનોધિ વલયોના સાત ઘનોદધિમાં, નીચે પાતાળ કળશોમાં, અસુરોના ભવનોમાં, ઉપર
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International