________________
શંકા-સમાધાન
૫૨૯ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- “શ્રોતાને લાભ થાય કે ન પણ થાય, પણ અનુગ્રહ બુદ્ધિથી સત્ય કહેનાર વક્તાને અવશ્ય લાભ થાય છે.”
શંકા- ૧૧૩૬. અન્યના પુસ્તકમાંથી કોઈ સાધુ કે ગૃહસ્થ ચિત્રો કે લખાણ વગેરે લેખકની અનુમતિ વિના લે અને પોતાના પુસ્તકમાં પોતાના નામે મૂકે તો એને કેવા દોષો લાગે અને પ્રાયશ્ચિત્ત શું આવે એ જણાવવા કૃપા કરશો.
સમાધાન- પુસ્તકમાં લેખકની સંમતિ લીધા વિના આ પુસ્તકમાંથી કશું લેવું નહિ' એવા ભાવનું છપાવ્યું ન હોય, તો પણ લેખકની રજા વિના તે પુસ્તકમાંથી કંઈ પણ લેવાથી ચોરીનો દોષ લાગે અને ચોરીનું જે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે પ્રાયશ્ચિત્ત આવે. આવું ન છપાવ્યું હોય તો લેખકની રજા લેવાની જરૂર નથી, એમ ન માનતા ચિત્રો કે લખાણ વગેરે જે પુસ્તકમાંથી લીધું હોય તે પુસ્તકનું નામ તો અવશ્ય લખવું જોઇએ. “અમુક પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત” એમ ઉલ્લેખ કરવો જ જોઈએ. તેમ ન લખે તો ચોરીનો દોષ લાગે. લેખક-પ્રકાશક આવું ન છપાવે એ એની ઉદારતા છે. પરંતુ “સાભાર સ્વીકૃત” આટલો પણ ઉલ્લેખ ન કરવો, એ સજજન માટે તો શોભાસ્પદ ન જ ગણાય.
શંકા- ૧૧૩૭. કલ્યાણના ૨૦૦૧-નવેમ્બરના અંકમાં આવેલી ગૌતમ લબ્ધિ પેટ સંબંધી જાહેરાત વાંચી હતી. આ ગૌતમલબ્ધિ પેટી વસાવવી કેટલી હિતાવહ છે ? શું કોઈ દોષ તો નહિ લાગે ને? આમ તો વધારે સમજણ નથી. પરંતુ સામાન્યથી એટલી વાત તો ધ્યાનમાં છે કે, કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય. તો આ બાબતમાં માર્ગદર્શન આપવા વિનંતી.
સમાધાન– કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય, આવી તમારી સમજણ તદ્દન સાચી છે. જે જમાનામાં સંસારના સુખ માટે પણ ધર્મ કરવામાં વાંધો નથી, એવું પ્રતિપાદન થઈ રહ્યું છે, તે જમાનામાં કોઈ પણ પ્રકારનો ધર્મ સંસારના સુખ માટે તો ન જ કરાય એવી સમજ ધરાવનારા શ્રાવકો ધન્યવાદને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org