________________
શંકા-સમાધાન
૩૯૧
ભ્રમર સમૂહના શબ્દનું જે વર્ણન છે તે ઉત્કર્ષનો હેતુ હોવાથી આટલા સુધી જ ગુરુએ બોલવું, પણ ચારે શ્લોકો ન બોલવા.”
શંકા- ૮૬૯. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સકલાત્” સૂત્રના ૨૬મા શ્લોક સિવાય “કૃતાપરાધેડપિ જને.” શ્લોક પર્યત ૨૫ શ્લોક (? ૨૬ શ્લોક) રચેલા છે. ત્યાર પછીના ૩૩મા શ્લોક સુધીના શ્લોકો કોણે રચ્યા છે ? રચના માટે નિમિત્ત શું હતું ? એને પ્રતિક્રમણની વિધિમાં શા માટે ઉમેર્યું ?
સમાધાન– આ અંગે કશું જાણવામાં આવ્યું નથી. આમ છતાં પૂર્વાચાર્યોની પરંપરાથી પફખી પ્રતિક્રમણમાં બોલાતું હોવાથી આપણે બોલવું જોઇએ.
શંકા- ૮૭૦. ઉવસગ્ગહર સ્તોત્રની રચના કોણે કરી ? ક્યારે કરી ? કયા સ્થળે કરી ? અને શા માટે કરી ?
સમાધાન- ઉવસગ્ગહર સ્તોત્રની રચના આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીએ કરી છે. એમનો સ્વર્ગવાસ વીરનિર્વાણથી ૧૭૦મા વર્ષે થયો છે. આથી ઉવસગ્ગહર સ્તોત્રની રચના વીર નિર્વાણની બીજી સદીમાં સંભવિત છે. આ વિષયમાં પ્રસંગ નીચે પ્રમાણે બનવા પામ્યો હતો. - શ્રી યશોભદ્રસૂરિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે શિષ્યો હતા. શ્રી યશોભદ્રસૂરિજીએ શ્રીભદ્રબાહુને આચાર્ય પદવી આપી અને વરાહમિહિરને ન આપી. આથી વરાહમિહિરે દીક્ષા છોડી દીધી. પછી તેણે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને તેનાથી આજીવિકા ચલાવવાનું શરૂ કર્યું. પ્રતિષ્ઠાનપુરના રાજાની રાણીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે રાજપુત્રની જન્મકુંડલી બનાવીને આ પુત્ર સો વર્ષનો થશે ઇત્યાદિ લખીને જન્મકુંડળી રાજાને આપી. જન્મકુંડળી વાંચીને રાજા અતિશય હર્ષ પામ્યો. વરાહમિહિર જૈન સાધુઓ ઉપર દ્વેષ રાખતો હતો. આથી આ પ્રસંગની તક ઝડપીને તેણે રાજાને કહ્યું: રાજન્ ! રાજપુત્રનો જન્મ થવા છતાં જૈનાચાર્ય ભદ્રબાહુ રાજપુત્રના દર્શન કરવા માટે આવ્યા નથી. આના કારણે આખા નગરમાં એવી વાત ફેલાઈ કે, જૈન સાધુઓ વ્યવહારને જાણતા નથી. આથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org