________________
શંકા-સમાધાન
૩૩૫
શંકા- ૭૬૧. સાધ્વીજીઓને કાલગ્રહણ લેવાનું, દીક્ષા આપવાનું, વતારોપણ કરાવવાનું અને પ્રાયશ્ચિત્તપ્રદાન વગેરેનો નિષેધ ક્યારથી થયો ?
સમાધાન- શ્રી આર્યરક્ષિત સૂરિથી આ બધાનો નિષેધ થયો છે. શંકા- ૦૬૨. સાધ્વીજીઓ અનુયોગ દ્વાર સૂત્રનું વાંચન કરી શકે ? જો ન કરી શકે તો તેઓ અન્ય આગમમાં પ્રવેશ કરી શકે નહિ. તેથી તેનો નિષેધ કેમ કરાય ?
સમાધાન- સાધ્વીજીઓ અનુયોગ દ્વાર સૂત્રનું વાંચન ન કરી શકે. તેમને આચારાંગથી આગળ અધિક સૂત્ર ભણવાની વર્તમાનમાં આચરણા ન હોવાથી તેમને અન્ય આગમમાં પ્રવેશ કરવાની આચરણા નથી. આવશ્યક-દશવૈકાલિક વગેરેની નિયુક્તિ વગેરેમાં અનુયોગ દ્વારના પ્રારંભના પદાર્થોનું વર્ણન આવે છે. તેથી તેટલા પૂરતું અનુયોગ દ્વારના પ્રારંભના પદાર્થોનું જ્ઞાન ગીતાર્થ અને સાધ્વીઓને વાચના આપવાની લાયકાત ધરાવનારા સાધુએ સાધ્વીઓને અનુયોગ દ્વાર મૂલસૂત્ર અને તેની ટીકા વંચાવ્યા વિના કરાવી દેવું જોઇએ. આજે સાધ્વીઓને જેટલા આગમો વાંચવાની-વંચાવવાની અનુજ્ઞા છે, તેટલા આગમો પણ જો સાધ્વીજીઓ ચિંતન-મનન આદિ પૂર્વક વાંચેવંચાવે તો પણ સાધ્વીજીઓને ઘણો બોધ થઈ જાય. દરેક ગચ્છાધિપતિ તરફથી પોતાની આજ્ઞામાં વિદ્યમાન શક્તિસંપન્ન સાધ્વીઓ આચારાંગ સુધીના આગમો ચિંતન-મનન પૂર્વક ભણે-ભણાવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને એના ઉપર અધિક ભાર મૂકવામાં આવે, તો આજે સાધ્વીઓના બોધમાં ઘણી વૃદ્ધિ થાય. શંકા- ૭૬૩. સાધ્વી પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે ?
સમાધાન ન કરી શકે. જો સાધ્વી પુરુષોની સન્મુખ વ્યાખ્યાન કરે, તો વારંવાર પુરુષોના મુખની સામે જોવું પડે. તેથી બ્રહ્મચર્યની વાડનો ભંગ થાય. સંબોધ પ્રકરણમાં કહ્યું છે કે જે ગચ્છમાં પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે તેવી (શાસ્ત્રબાધિત) મર્યાદા છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org