________________
४७८
શંકા-સમાધાન
સમયસાર ગ્રંથના ૧લા અધ્યાયમાં જણાવ્યું છે. આ સિવાય બીજા પણ અનેક ગ્રંથોમાં આ વાત આવે છે.
શંકા- ૧૦૫૪. સંસારમાં સૌથી વધારે દુઃખ નિગોદના જીવોને હોય કે નરકના જીવોને હોય ?
સમાધાન- સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો નિગોદના જીવોને સર્વાધિક દુઃખ હોય છે. કોઈ દેવ સાડા ત્રણ ક્રોડ લોઢાની સોયોને અગ્નિથી તપાવીને એકી સાથે શરીરમાં જોકે ત્યારે જે વેદના થાય તેનાથી અનંતગણી વેદના નિગોદના જીવને થાય. નિગોદના જીવનો એક ભવ ૨૫૬ આવલિકાનો છે. નિગોદનો જીવ મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં ૧૭ (સાડા સત્તર) ભવ કરે. (૧૮ વાર જન્મ, પણ ૧૮મી વાર મરે નહિ.) એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. આથી એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કરે. આમ નિગોદના જીવોને જન્મ-મરણ વગેરેનું દુઃખ ઘણું હોય. આમ છતાં એ દુઃખ મૂછિત (ક્લોરોફોર્મ સુંઘાડેલા મનુષ્યના જેવી) અવસ્થામાં થતું હોવાથી અત્યંત દુઃસહ નથી. સ્થૂલદષ્ટિથી વિચારવામાં આવે તો નિગોદ કરતાં નારકીઓને વધારે દુ:ખ હોય છે. કારણ કે તેમનું દુ:ખ વ્યક્ત હોય છે. નિગોદના જીવોનું દુઃખ અવ્યક્ત હોય છે.
શંકા- ૧૦૫૫. માંસમાં નિગોદ જીવો ઉપજે છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં નિગોદ શબ્દનો શો અર્થ છે ?
સમાધાન- અહીં નિગોદ શબ્દનો સૂક્ષ્મ જીવો અર્થ પરંપરા પ્રમાણે પ્રચલિત છે. પરંતુ અનંતજીવોના આશ્રયભૂત એક શરીર તે નિગોદ, એવો અર્થ પ્રચલિત નથી. કેમકે શ્રાવકના પ્રતિક્રમણ સૂત્રની ટીકામાં માંસની અંદર તેવા જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી. તેથી જયાં અનંતા કે અસંખ્યાતા કહ્યા હોય ત્યાં અનંત અને અસંખ્યાત શબ્દનો અર્થ બહુ' એવો જાણવો, એવી પરંપરા છે. (એનપ્રશ્ન ૪-૮૯૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org