________________
૫૫૪
શંકા-સમાધાન
સામૂહિક કોઇ પણ ધાર્મિક કાર્યમાં કરી શકાય પણ વ્યક્તિગત ધાર્મિક કાર્યમાં ન કરી શકાય. એટલે કે મંડળની કોઇ પણ મહિલા (કે પુરુષ) પોતાના અંગત ધાર્મિક કાર્યમાં પણ ન વાપરી શકે. આનો અર્થ એ થયો કે મહિલા મંડળને સામૂહિક રૂપે ભેટ રૂપે મળેલી રકમ મહિલાઓ અંદરોઅંદર જુદી ન લઇ શકે. એ ન ભૂલવું જોઇએ કે આ ભક્તિ મંડળ છે, પ્રોફેશનલ મંડળ નહીં.
શંકા- ૧૧૮૦. સારું રૂપ ઇચ્છવા જેવું નથી, શા માટે ? સમાધાન– જેને સારું રૂપ મળ્યું હોય તે અને બીજાઓ પણ રૂપના કારણે અનેક અનર્થોને પામે છે. રૂપના કારણે જ રાણકદેવીનો પતિ રા'ખેંગાર કમોતે મર્યો. રાણકદેવીને પોતાને પણ ચિતામાં પડી બળીને મરી જવાનો પ્રસંગ આવ્યો. આ તો માત્ર નજીકના કાળમાં બનેલો એક જ પ્રસંગ છે. બાકી ભૂતકાળમાં રૂપના કારણે અનેક લડાઇઓ થઇ છે. અનેક જીવો ભયંકર યાતનાઓને પામ્યા છે. સતી સ્ત્રીઓને પણ રૂપના કારણે વિવિધ તકલીફો થઇ છે. રૂપ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. જ્ઞાનીઓએ પાંચે ઇન્દ્રિયોના વિષયોને આ ભવ અને પરભવનાં દુ:ખોનું કારણ હોવાથી ભયંકર કહ્યા છે. પણ અજ્ઞાની જીવો વિષયોને ભદ્રંકર માનીને વિષયોને મેળવવા અનેક પ્રકારનાં પાપો કરીને આ ભવમાં અને ભવાંતરમાં અસહ્ય વિવિધ દુઃખોને અનુભવે છે.
શંકા- ૧૧૮૧. કેવાં કાર્યો કરવાથી સારું રૂપ, મધુર સ્વર અને તંદુરસ્તી વગેરે રીતે શરીર સારું મળે ?
સમાધાન– કોઇ પણ સત્કાર્યો કરવાથી શરીર સારું મળે, આમ છતાં અહિંસાનું પાલન કરવાથી વિશેષ રીતે શરીર સારું મળે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠરૂપ, આરોગ્ય, પ્રશંસા આ બધું અહિંસાનું ફળ છે. સાધુઓ સંપૂર્ણપણે અહિંસાનું પાલન કરે છે. ગૃહસ્થો સંપૂર્ણ અહિંસાનું પાલન ન કરી શકે તો પણ શ્રાવકનાં બાર વ્રતો વગેરેના સ્વીકારથી ઘણી હિંસાથી બચી શકે છે. તદુપરાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org