________________
૨૯૪
શંકા-સમાધાન
આથી ટીપ આદિ દ્વારા સાધારણ ખાતાની રકમ ઉપજાવીને તેનાથી ગોખલા અને જમીન આદિનો ખર્ચ ભરપાઇ કર્યા બાદ માણિભદ્ર વગેરેના ચઢાવાની રકમ સાધારણમાં વાપરી શકાય.
શંકા- ૬૮૨. માણિભદ્રજીની પૂજા બેનો કરી શકે ? સમાધાન– કરી શકે, એવો વ્યવહા૨ જણાય છે. શંકા- ૬૮૩. માણિભદ્ર વગેરે સમ્યગ્દષ્ટિ દેવની અને ચક્રેશ્વરી વગેરે દેવીને ભક્તિ-પ્રણામ કરાય તે બરોબર છે પણ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરેની શી જરૂર છે ?
સમાધાન—સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ સાધર્મિક હોવાથી તેમને સાધર્મિક તરીકે બે હાથ જોડી પ્રણામ કરવા, કપાળે તિલક કરવું, માળા પહેરાવવી આટલું કરી શકાય. એમના ભંડારમાં ૨કમ નાખી શકાય પણ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરે કશું કરવાની જરૂર નથી. ભોગસુખો મેળવવા માટે તેમની પાસે ભૌતિક કોઇ માનતા ન મનાય. મિથ્યાષ્ટિ જીવો તેમણે માનેલા દેવો સમક્ષ શ્રીફળ વધેરવું, સુખડી ચડાવવી વગેરે પ્રવૃત્તિ કરતા હોય છે. આ જોઇને અજ્ઞાન જૈનો પણ સમ્યગ્દષ્ટિ દેવો આગળ આવું કરવા માંડે છે પણ આ બધું બરોબર નથી.
શંકા- ૬૮૪. આજકાલ માણિભદ્ર વગેરેની પૂજન-હવન વગેરે પ્રવૃત્તિ વધી રહી છે. શું આ શાસ્ત્રોક્ત છે ?
સમાધાન– સ્વતંત્ર રૂપે કોઇપણ દેવ-દેવીનું પૂજન કરવું એ યોગ્ય નથી. અંજનશલાકા વગેરેમાં જેમ અરિહંત પરમાત્માની મૂર્તિને પૂજનીય બનાવવાની વિધિ કરવામાં આવે છે તેવી રીતે માણિભદ્ર વગેરે દેવને પણ પૂજનીય બનાવવાની વિધિ કરવામાં આવે છે, પણ સ્વતંત્રરૂપે દેવ-દેવીનું પૂજન આવતું નથી. હમણાં હમણાં ભૌતિક લાભ મેળવવાની ભાવનાથી સ્વતંત્ર રૂપે દેવ-દેવીનું પૂજન વધ્યું છે તે યોગ્ય નથી. આથી જ અનેક આચાર્યો તેનો વિરોધ કરે છે અને એ દેવ-દેવીના પૂજનમાં પધારવા વિનંતી કરવામાં આવે છે, ત્યારે જતાં નથી અને ખબર હોય તો એ પૂજનમાં નિશ્રા પણ આપતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org