________________
૪૬૪
શંકા-સમાધાન પણ સ્નાન કરીને પૂજા કરી શકાય. કારણ કે સંઘટ્ટા દ્વારા થયેલી અશુદ્ધિ સ્નાન કરવાથી દૂર થઈ જાય છે. આથી જ ભૂતકાળમાં જેમના ઘરે જિનમંદિર હોય તેવા કુટુંબો જન્મ-મરણના પ્રસંગે પણ પોતાના ગૃહમંદિરમાં પૂજા કરતા હતા. ચક્રવર્તી વગેરેને અનેક રાણીઓ હોય છે. આથી તેમના અંતઃપુરમાં લગભગ કાયમ પ્રસૂતિનો પ્રસંગ હોય. હવે જો જે ઘરે પ્રસૂતિ થાય તે ઘરના માણસો અમુક દિવસ સુધી પૂજા ન કરી શકે તેવો નિયમ હોય તો ચક્રવર્તી અને તેનો પરિવાર ક્યારેક ક્યારેક જ પૂજા કરી શકે. પણ તેવું છે નહિ.
હા, કોઈ દેશાચાર આદિના કારણે જૈનધર્મની નિંદા થાય તેમ હોય તો પૂજા ન પણ કરાય. આમ છતાં જલ, ચંદન, પુષ્પ આ ત્રણ સિવાયની ધૂપપૂજા વગેરે પૂજા તથા સામાયિક આદિ ધર્મક્રિયા કરવામાં કશો બાધ નથી.
આનો અર્થ એ થયો કે જન્મ-મરણના પ્રસંગમાં પૂજા તથા અન્ય ધર્મક્રિયાઓ વિધિપૂર્વક કરવામાં કશો બાધ નથી.
શંકા- ૧૦૨૧. જન્મ-મરણનાં પ્રસંગે પૂજા તથા અન્ય ધર્મ ક્રિયાઓ કરી શકાય એ વાત કોઈ પ્રામાણિક ગ્રંથમાં છે ?
સમાધાન- આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્ન અને ઉત્તર નીચે મુજબ છે–
પ્રશ્ન- જન્મસૂતકમાં અને મરણસૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ ?
ઉત્તર– જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, અર્થાત્ પૂજા ન થાય તેમ જાણ્યું નથી. શંકા- ૧૦૨૨. પ્રસૂતા બહેન કેટલા દિવસે દર્શન-પૂજન કરી શકે?
સમાધાન- આ વિષે શાસ્ત્રપાઠ મારા જાણવામાં આવ્યો નથી. આભડછેડ દૂર થાય અને પ્રસૂતા બહેનના શરીરમાં અશુદ્ધિ ન રહે ત્યારે પ્રસૂતા બહેન દર્શન-પૂજન કરી શકે તેમ જણાય છે.
શંકા- ૧૦૨૩. પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી કેટલા દિવસે વહોરી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org