________________
उ४४
શંકા-સમાધાન
छ परोपकारो हि स एव सुधिया विधेयो य आत्मन उपकारको મવતિ=બુદ્ધિશાળીએ પરોપકાર તે જ કરવો જોઇએ કે જે પરોપકાર પોતાના આત્માનો ઉપકારક હોય. આથી એ પણ નક્કી થાય છે કે, સાચો પરમાર્થ તે જ કહેવાય છે, જેમાં સ્વાર્થ સિદ્ધ થાય. અહીં સ્વાર્થ એટલે આત્મહિત સમજવું. સ્વાર્થ(=સ્વોપકાર) અને પરમાર્થ(કપરોપકાર) એ એમાં સ્વાર્થની પ્રધાનતા છે. આથી જ સ્વહિત અને પરહિતમાં સ્વહિતની પ્રધાનતા છે એ જણાવતાં એક મહાપુરુષે કહ્યું છે કે
अप्पहियं कायव्वं जइ सक्कं परहियं पि कायव्वं । अप्पहियपरहियाणं अप्पहियं चेव कायव्वं ॥
“સ્વહિત કરવું, શક્તિ હોય તો પરહિત પણ કરવું, સ્વહિત અને પરહિત એ બેમાંથી કોઈ એક જ હિત થઈ શકે તેમ હોય ત્યારે સ્વહિત જ કરવું.” માઈકના ઉપયોગમાં હિંસા હોવાથી સાધુના હિતનો ઉપઘાત થાય છે. આમ અનેક રીતે સાધુથી માઈકનો ઉપયોગ ન કરી શકાય.
શંકા- ૭૮૦. સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી તેનું શું કારણ છે ? માઇકનો ઉપયોગ કરે તો ઘણા શ્રોતાઓને સંભળાય એથી અધિક ઉપકાર થાય.
સમાધાન- સાધુએ દીક્ષા લીધી ત્યારે પ્રતિજ્ઞા કરી છે કે, હવેથી મારે કોઈ જીવને મારવો નહિ, મરાવવો નહિ, બીજાઓ મારતા હોય તેમની અનુમોદના કરવી નહિ. જીવોના ભેદો જૈનશાસનમાં જેવી રીતે સૂક્ષ્મતાથી જણાવ્યા છે, તેવી રીતે બીજા કોઈ ધર્મદર્શનમાં જણાવ્યા નથી. કોઈપણ જીવને મારવો નહિ, ઇત્યાદિ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જીવોના પ્રકારો જાણવા જોઇએ. આજે દુનિયામાં અહિંસાની વાતો ઘણી થાય છે પણ જીવોના પ્રકારોના યથાર્થજ્ઞાન નહિ હોવાના કારણે અહિંસાનું ( જીવદયાનું) જે રીતે પાલન થવું જોઇએ, તે રીતે પાલન થતું નથી. માત્ર મનુષ્યો જ જીવો નથી, પશુ-પક્ષીઓ પણ જીવો છે, કીડા-મકોડા વગેરે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org