________________
પ૧ ૨
શંકા-સમાધાન શંકા- ૧૧૦૯. હાલમાં દેહદાન અને ચક્ષુદાનનો પ્રચાર થઈ રહ્યો છે. કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ પણ દેહદાન-ચક્ષુદાન કરવા લાગ્યા છે. ધાર્મિક દૃષ્ટિએ આમાં લાભ છે કે અલાભ છે? માતાપિતા આદિએ પોતાનાં મરણ પહેલાં દેહદાન કે ચક્ષુદાનની પોતાની ઈચ્છા જણાવી ન હોય તો એમના મરણ પછી એમનો પરિવાર એમના દેહનું કે ચક્ષુનું દાન કરી શકે ? આ વિષયમાં પણ સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન મળે તે ખૂબ જરૂરી છે ?
સમાધાન- જૈન ધર્મમાં મરતી વખતે શરીરને વોસિરાવી દેવાનો વિધિ છે. આથી મરનાર માટે દેહદાન-ચક્ષુદાનનો પ્રશ્ન જ રહેતો નથી. હવે અહીં પ્રશ્ન એ થાય કે મૃતકની માલિકી એના પરિવારની હોય છે. તો મરણ પછી એનો પરિવાર દેહદાન-ચક્ષુદાન કરી શકે કે નહિ ? આ વિષે જણાવવાનું કે જિનેશ્વરોએ અનુકંપાદાનનો નિષેધ ક્યો નથી. આથી જૈનથી દેહદાન-ચક્ષુદાન ન જ થાય એમ એકાંતે નિષેધ ન કરી શકાય. આમ છતાં કોઈ પણ ધર્મમાં વિવેક જરૂરી છે તથા કોઈ પણ પ્રવૃત્તિના અનુબંધને (પરિણામે મળતા ફળને) વિચારવો જોઈએ. દેખીતી રીતે સારી દેખાતી પણ પ્રવૃત્તિનો અનુબંધ અશુભ હોય તો એ પ્રવૃત્તિ હેય છે-કરવા યોગ્ય નથી. દેખીતી રીતે સારી ન દેખાતી પણ પ્રવૃત્તિનો અનુબંધ શુભ હોય તો એ પ્રવૃત્તિ ઉપાદેય છે-કરવા યોગ્ય છે. આ વિષયને આપણે પહેલાં લૌકિક દૃષ્ટાંતોથી વિચારીને પછી આધ્યાત્મિક દૃષ્ટાંતોથી વિચારીએ. શરદીથી પરેશાન થતું બાળક જેનાથી શરદી વધે તેવી ખાવાની વસ્તુ માગે છે. આ વખતે તે વસ્તુ તેને ન આપવાથી તે રડે છે અને આપવાથી ખુશ થાય છે. આમ શરદી વધે તેવી ખાવાની વસ્તુ બાળકને આપવાની પ્રવૃત્તિ દેખીતી રીતે સારી દેખાય છે, પણ તેનો અનુબંધ અશુભ છે. આથી આ પ્રવૃત્તિ હેય છે-કરવા યોગ્ય નથી. બીમાર બાળક કડવી દવા લેવા તૈયાર થતું નથી. કડવી દવા આપતી વખતે તે રડવા માંડે છે. આથી દેખીતી રીતે બાળકને કડવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org