________________
શંકા-સમાધાન
૫૧૧
શંકા- ૧૧૦૭. સર્વથા કર્મરહિત બનવાનું, અર્થાત્ મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરવું, એ આત્માનું લક્ષણ છે. તો પછી આ લક્ષણ અભવ્ય આત્માને કેવી રીતે ઘટે? અને ન ઘટે તો એને “જડ' કહેવાય કે નહિ?
સમાધાન– મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરવું, એ આત્માનું લક્ષણ નથી, કિન્તુ ધ્યેય છે. ધ્યેય અને લક્ષણમાં ભેદ છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે, ૩૫યોનો તક્ષાઋઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અભવ્ય જીવમાં પણ આ લક્ષણ ઘટે છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. અભવ્ય જીવમાં પણ બોધરૂપ વ્યાપાર હોય છે. ઉપયોગશબ્દનો વિસ્તારથી અર્થ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે ગ્રંથોથી જાણી લેવો.
શંકા- ૧૧૦૮. હાલમાં શહેરોના પરા વિસ્તારમાં બંધાતા ઉપાશ્રયનો શ્રાવક-શ્રાવિકાઓ જ વિરોધ કરી રહ્યા હોવાનું સંભળાય છે. ગંદકી થાય, ઘોંઘાટ થાય વગેરે બહાને વિરોધ કરાય છે. આ કેટલું યોગ્ય છે ?
સમાધાન– આ જરાય યોગ્ય નથી. ધર્મસ્થાનોનો વિરોધ કરનારા પરમાર્થથી શ્રાવક-શ્રાવિકા જ નથી. ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓને બોધિ દુર્લભ બને છે. એથી અનેક ભવો સુધી તેમને જિનધર્મની પ્રાપ્તિ ન થાય તથા અંતરાય કર્મનો બંધ થાય. આચારાંગ સૂત્ર અ.૨ ઉ.૧ ની ટીકામાં જણાવ્યું છે કે “હિંસા વગેરેમાં તત્પર બનેલો તેમજ જિનપૂજા અને મોક્ષમાર્ગમાં વિન કરનાર જીવ અંતરાય કર્મ બાંધે છે અને એ કર્મના ઉદયથી એને ઇચ્છિતનો લાભ થતો નથી.”
ધર્મસ્થાનોનો વિરોધ કરવો એટલે મોક્ષમાર્ગમાં વિજ્ઞ કરવું. ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓએ નીચેનો દુહો વિચારવો જરૂરી છે.
જબ લગ તેરે પુણ્યકા, પહોંચ્યા નહિ કરાર, તબલગ તુઝકો માફ હૈ, અવગુણ કરો હજાર. હમણાં પુણ્યના ઉન્માદમાં ધર્મસ્થાનોનો વિરોધ કરનારાઓને ભવિષ્યમાં (ભવાંતરમાં કે આ ભવમાં પણ) એવાં દુઃખો આવે કે તે વખતે તેની રડતી આંખોના આંસુ લૂછનાર પણ કોઈ ન હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org