________________
શંકા-સમાધાન
શંકા- ૯૯૪. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા શ્રાવકોથી થઇ શકે ?
સમાધાન– જેમ પુરુષો સાધ્વીજી ભ.ને વંદન ન કરી શકે તેમ વાસક્ષેપથી તેમની પૂજા પણ ન કરી શકે ? પણ સ્ત્રીઓ-શ્રાવિકાઓ વાસક્ષેપથી પૂજા કરી શકે. પુરુષો-શ્રાવકો દર્શન કરી શકે.
શંકા- ૯૯૫. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેમના દેહની વાસક્ષેપ પૂજા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતથી થાય ? સમાધાન– ન થાય. કારણ કે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને દ્રવ્યપૂજાનો નિષેધ છે.
શંકા- ૯૯૬. કાળધર્મ પામેલ સાધુ-સાધ્વીજીની નવ અંગે પૂજા થઇ શકે કે માત્ર અંગુઠે જ કરવી જોઇએ ?
સમાધાન– નવ અંગે પૂજા થઇ શકે.
શંકા- ૯૯૭. કાળધર્મ પામેલા સાધ્વીજીના સંયમદેહની પૂજા પુરુષો કરી શકે ?
૪૫૪
સમાધાન– ન કરી શકે.
શંકા— ૯૯૮. સાધુ-સાધ્વીજી ભગવંતનો કાળધર્મ થયા પછી તેમના શરીરને અંતિમ સંસ્કાર માટે વાહન (મોટરગાડીમાં) બીજા ગામ-શહે૨માં લઇ જઇ શકાય ?
સમાધાન– આ તે શરીર છે કે જેનાથી સાધુએ વર્ષો સુધી છ જીવનિકાયની રક્ષા કરી છે. આવા મુનિના શરીરને જેમાં છ જીવનિકાયની હિંસા થાય તેવા વાહનથી બીજા ગામ-શહેરમાં લઇ જવા એ જરાય યોગ્ય જણાતું નથી.
શંકા- ૯૯૯. સાધ્વીજી મહારાજ કાળ કરી જાય તેના ગુણાનુવાદ સાધુ મહારાજ કરી શકે ?
સમાધાન– વિવેકપૂર્વક કરી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org