________________
શંકા-સમાધાન
४०३ ગૃહસ્થની પણ ધાર્મિક પુસ્તક વિના મૂલ્ય મેળવવાની વૃત્તિ ન હોવી જોઈએ. વિના મૂલ્ય ધાર્મિક પુસ્તક મેળવવાની વૃત્તિથી અંતરમાં રહેલા વધારે પડતા લોભની અભિવ્યક્તિ થાય છે. જેનામાં લોભ વધારે પડતો હોય તેની ધર્મભાવનામાં ખામી હોય.
જેઓ આર્થિક સ્થિતિથી નબળા હોય અને વિના મૂલ્ય મેળવવાની વૃત્તિ ન હોય છતાં ધર્મજ્ઞાન મેળવવા માટે વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની પ્રવૃત્તિ કરે તો સમજ્ઞાન પ્રત્યેનો આદર ઘટવાની સંભાવના નથી. શ્રીમંતો કે મધ્યમ સ્થિતિના ગૃહસ્થો વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની પ્રવૃત્તિ કરે તો સમ્યજ્ઞાન પ્રત્યેનો આદર ભાવ ઘટવાની સંભાવના ખરી.
જ્ઞાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૯૯. જ્ઞાનખાતાની રકમ શામાં વાપરી શકાય ?
સમાધાન– જ્ઞાનખાતાની રકમ શાસ્ત્રીય પુસ્તક લખાવવામાં, પુસ્તકના પ્રકાશનમાં, સાધુ-સાધ્વીજીને ભણાવતા જૈનેતર પંડિતને પગાર આપવા વગેરેમાં કરી શકાય. ટ્રસ્ટની અન્ય વ્યવસ્થા માટે કે મકાનના બાંધકામમાં જ્ઞાનખાતાની રકમ ન વાપરી શકાય. મુખ્યત્વે શાસ્ત્રોના હસ્તલેખનમાં પ્રાચીનગ્રંથોના કે અનુવાદોના પ્રકાશનમાં આ રકમ વાપરવી જોઇએ.
શંકા- ૯૦૦. પૂજાથી પ્રાપ્ત થયેલા (બોલીના) જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિરમાં શ્રાવક-શ્રાવિકાઓથી ભણી શકાય ? તેવા જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોની શ્રાવકો માલિકી કરી શકે ? ભણવા માટે ઉપયોગ કરી શકે ?
સમાધાન– જ્ઞાનદ્રવ્યનો મુખ્યતયા હસ્તગ્રંથલેખન, ગ્રંથમુદ્રણ, સાધુ-સાધ્વીઓના અધ્યયનમાં (જનેતર પંડિતને પગાર વગેરેમાં) કરવો જોઈએ. જ્ઞાનદ્રવ્યમાંથી જ્ઞાનમંદિર બનાવવું યોગ્ય નથી. તેવા જ્ઞાનદ્રવ્યમાંથી મુદ્રિત પુસ્તકોની જો શ્રાવકે માલિકી કરવી હોય તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org