________________
૨૫૮
શંકા-સમાધાન
ભગવાનના વરઘોડાની રકમ દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિરનું નિર્માણ, તથા જિનમંદિરમાં જરૂરી ત્રિગડુ, સિંહાસન, ભંડાર વગેરેમાં થઈ શકે. આનાથી એ પણ સ્પષ્ટ સમજી શકાય છે કે, વરઘોડાનો ખર્ચ વરઘોડાની બોલીની રકમમાંથી ન લેવાય.
અહીં એ સમજી લેવાની જરૂર છે કે, પહેલા નંબરમાં જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર શક્તિસંપન્ન શ્રાવકોએ સ્વદ્રવ્યથી કરાવવું જોઈએ. શ્રાવક શક્તિસંપન્ન ન હોય અગર સ્વદ્રવ્યથી કરાવવાની ભાવનાવાળા ન હોય, તો સંઘ બીજા નંબરમાં જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર દેવદ્રવ્યમાંથી કરાવી શકે છે. એ જ રીતે જિનમંદિરમાં ઉપયોગી એવી ત્રિગડું-સિંહાસન અને ભંડાર વગેરે વસ્તુઓ પણ શક્તિસંપન્ન શ્રાવકોએ સ્વદ્રવ્યથી કરાવવી જોઇએ. જો કોઈ શ્રાવકો સ્વદ્રવ્યથી કરાવવા તૈયાર ન થાય, તો સંઘ બીજા નંબરમાં દેવદ્રવ્યમાંથી કરાવી શકે છે.
શંકા– ૬૧૪. કલ્યાણ પ્રશ્નોત્તરમાં આપે જણાવ્યું હતું કે, “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો કોઈ ખર્ચ નીકળી શકે નહિ.” જ્યારે આ સાથે સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પત્ર આપને મોકલું છું. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ કાઢવામાં વાંધો નથી.” તો આ બાબત આપ ખુલાસો જણાવવા યોગ્ય કરશો.
સમાધાન– “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો કોઈ ખર્ચ નીકળી શકે નહિ.” એવા મારા પ્રત્યુત્તર વિષે તમોએ પરમોપકારી સ્વર્ગસ્થ પૂજયપાદ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પત્ર મોકલ્યો છે. આ અંગે સમાધાન નીચે મુજબ છે. પૂજ્યપાદશ્રીએ જે લખ્યું છે તે બરોબર છે. અને મેં લખ્યું છે તે પણ બરોબર છે. તે આ પ્રમાણે–
જ્યાં શ્રાવકો સ્થિતિસંપન્ન ન હોય અને એથી સાધારણની આવકનો કોઈ ઉપાય ન હોય ત્યાં વાર્ષિક કર્તવ્યરૂપે કે શાસન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org