________________
૨૮૦
શંકા-સમાધાન
દેવદ્રવ્યની રકમથી બંધાયેલ મકાન સાધારણનું ન થઈ શકે. કારણ કે વ્યાજ મૂળ તો દેવદ્રવ્યથી જ મળ્યું છે.
શંકા- ૬પ૪. કેટલાક લોકો એવું કહે છે કે દેવદ્રવ્યની રકમ સરકારી બેન્કમાં રાખવાથી બેન્કવાળા મત્સ્યોદ્યોગ વગેરેમાં ધિરાણ કરે, એના કરતાં એ રકમ ઉપાશ્રયના કામમાં જરૂર હોય અથવા કોઈ પણ નવા મકાન વગેરે બનાવી તેમાં રોકી ૧૦% દેવદ્રવ્યનું વ્યાજ આપવું વધારે સારું છે અથવા શ્રાવકને વ્યાજે આપવા. તો શું આ રીતે આપી શકાય ?
સમાધાન– આ બધા વિકલ્પો શાસ્ત્રસંગત નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે દેવદ્રવ્યની રકમ બેન્કમાં રાખવાની જરૂર જ શી છે? દેવદ્રવ્યની રકમ જિનમંદિરનો જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરી નાખવી જોઈએ. આજે અનેક ટ્રસ્ટો લાખો-કરોડો રૂપિયા ખર્યા વિના રાખી મૂકે છે, તે ખોટું છે. આજે જો જયાં જિનમંદિરની જરૂર હોય, ત્યાં જિનમંદિર બંધાવવામાં અને જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરી નાંખવામાં આવે, તો બેન્કમાં રાખવાનો પ્રશ્ન જ ન રહે. ક્યાંક ક્યાંક ટ્રસ્ટીઓને જ પોતાના ટ્રસ્ટના ધનની મૂછ-મમતા થઈ જતી હોય છે અને બીજા સ્થળે જરૂર હોવા છતાં આપતા નથી. દેવદ્રવ્યની રકમ સરકારી બેન્કમાં મત્સ્યોદ્યોગ વગેરેમાં ધિરાણ કરે એવી ચિંતા જેમને હોય તેમણે દેવદ્રવ્યનો નિરર્થક સંગ્રહ કરનારા ટ્રસ્ટીઓને દેવદ્રવ્યનો યોગ્ય રીતે ઉપયોગ કરી નાખવા માટે સમજાવવા જોઇએ. બાકી આવા વિકલ્પો કોઈ પણ રીતે યોગ્ય નથી. શ્રાવક વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. (આત્મપ્રબોધ ગાથા ૧૮ની ટીકા). વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપાશ્રયમાં ઉપયોગ ન કરી શકાય.
શંકા- ૬પપ. ગુરુપૂજન કે જ્ઞાનપૂજનના ભંડારમાં આવેલા સોના-ચાંદીના સિક્કા સોના-ચાંદીના જૈન વેપારીને વેચી શકાય ?
સમાધાન ન વેચી શકાય. કારણ કે લેનાર જૈન વેપારી તેમાંથી કમાણી કરે. આ કમાણી તેણે દેવદ્રવ્યમાંથી કરી. આનો અર્થ એ થયો કે કમાવા માટે તેણે જ્ઞાનદ્રવ્ય-દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો. આ રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org