________________
પ૩૪
શંકા-સમાધાન સમાધાન– સાપ-સીડી જેવી રમતોને અને ખાસ કરીને કોમ્યુટર ગેમને પ્રોત્સાહન ન આપી શકાય. કારણ કે આમાં બાળકોને થોડા સમય માટે માનસિક વિનોદ મળવા સિવાય વિશેષ લાભ થતો નથી. અહીં કોઈ દલીલ કરે કે આ રીતે બાળકોને ધાર્મિક બોધ મળે છે. આ દલીલ અંગે જણાવવાનું કે ધાર્મિક બોધ વિનયપૂર્વક લેવામાં આવે તો ફળે. વિનય વિના થતો ધાર્મિક બોધ યથાર્થ ફળતો નથી. ધાર્મિક જ્ઞાન ગુરુમહારાજ પાસે કે ધાર્મિક શિક્ષક આગળ વંદન વગેરે વિધિપૂર્વક મેળવવું જોઇએ. આમાં આવો વિધિ કે વિનય જળવાતો નથી. જેમ સાધ્ય સારું હોવું જોઈએ તેમ સાધ્યને સિદ્ધ કરવાનું સાધન પણ યોગ્ય હોવું) જોઇએ. ધાર્મિક જ્ઞાન સાધ્ય છે, એ સાધ્યને સિદ્ધ કરવાનું (=જ્ઞાન મેળવવાનું) સાધન બાળકોની સાપ-સીડી કે કોમ્યુટર ગેમ નથી, કિંતુ અરિહંત પરમાત્માએ બતાવેલો વિધિ છે. બાળકોની સાપ-સીડી કે કોમ્યુટર ગેમ જેવી પદ્ધતિથી કદાચ બાળકોને જ્ઞાન મળી જાય તો પણ એ જ્ઞાન યથાર્થ ફળે નહિ. વિનય વગેરે વિધિ વિના મેળવેલું જ્ઞાન યથાર્થ ફળે નહિ એ વિષે આજનું શિક્ષણ દષ્ટાંતરૂપ છે. ઉદારતા વગેરે વધે અને સ્વાર્થ વગેરે દોષો ઘટે એ શિક્ષણનું ફળ છે. આજના શિક્ષણથી શિક્ષિત થયેલાઓમાં મોટા ભાગે આ ફળ દેખાતું નથી. આજના શિક્ષણથી શિક્ષિત થયેલાઓ ઉદાર બનવાને બદલે સ્વાર્થી બને છે, નમ્ર બનવાને બદલે અભિમાની બને છે. આથી જ આજે એક તરફ શિક્ષણ વધ્યું છે તો બીજી તરફ હિંસા, જૂઠ, ચોરી, લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર વગેરે વધતું જાય છે. આનો અર્થ એ થયો કે શિક્ષણનું ફળ મળતું નથી. શિક્ષણનું ફળ મળતું નથી એનું કારણ અવિનયથી શિક્ષણ લેવાય છે. જેમ કે વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર મજેથી બેસી રહે અને શિક્ષક ઊભા ઊભા લેકચર આપે એ અવિનય છે. આમ અનેક રીતે અવિનય થાય છે.
આજ રીતે ધાર્મિક શિક્ષણ પણ જો વિનય વગેરે વિધિ વિના જ લેવામાં આવે તો યથાર્થ ફળે નહિ. આથી સાપ-સીડી જેવી રમતોને અને કોમ્યુટર, ગેમ વગેરેને જરાય પ્રોત્સાહન ન આપવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org