________________
૨૯૦
શંકા-સમાધાન જૈનશાસનમાં દેવદ્રવ્ય દૂઝણી ગાય જેવું છે. કેમ કે દર વર્ષે એની આવક થતી જ રહે. આથી દેવદ્રવ્યનો વધારો ન કરતાં જયાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં વાપરી નાખવું જોઇએ. આમ છતાં અનેક સ્થાનોમાં જયાં જરૂર હોય ત્યાં દેવદ્રવ્ય ન આપવાના કારણે દેવદ્રવ્યનો ખૂબ વધારો થતો રહે છે એવું જાણવામાં આવ્યું છે. કેટલાક ટ્રસ્ટીઓને પણ પોતાના ધનની જેમ ધર્મસ્થાનોના ધન ઉપર પણ મૂછ થઈ જતી હોય છે. મૂછ વગેરે અનેક કારણોથી બીજા સ્થાનોમાં જરૂર હોવા છતાં દેવદ્રવ્ય આપવામાં આવતું નથી. આ બરાબર ન કહેવાય.
શંકા- ૬૭૫. પરમાત્માની મૂર્તિ ખંડમાં (આરસના અનેક ટુકડાઓથી) બનાવી એને જોડવાની હોય, જેની અંજનશલાકા પ્રતિષ્ઠા થવાની ન હોય, જે મંગલમૂર્તિરૂપે દર્શનીય તરીકે રાખવાની હોય, એના નિર્માણમાં સંઘના દેવદ્રવ્ય ખાતામાંથી રકમ આપી શકાય કે નહિ ?
સમાધાન– અહીં સૌથી પહેલી વાત એ છે કે, શિલ્પશાસ્ત્રની દષ્ટિએ આ રીતે ટુકડાઓ જોડીને પ્રતિમા બનાવવી એ યોગ્ય નથી. આમ છતાં દર્શનીય રાખવાની હોવાથી હજી ચલાવી લેવાય. પણ તેમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો એ યોગ્ય જણાતું નથી. પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ જે પ્રતિમા પૂજનીય બનવાની હોય, એને માટે કરવામાં આવે છે. એવી અવિચ્છિન્ન પરંપરા ચાલી આવે છે. એથી આ પરંપરાનો લોપ કરવો એ યોગ્ય જણાતું નથી. શાસ્ત્રકારોએ દેવદ્રવ્યનો ઉપયોગ પહેલા નંબરે જિનમંદિરના જિર્ણોદ્ધારમાં કરવાનો કહ્યો છે. નવા જિનમંદિરમાં પણ જ્યાં જિનમંદિર અનિવાર્ય હોય, ત્યાં જ કરવો જોઈએ. હમણાં હમણાં જયાં જિનમંદિરની જરૂર ન હોય ત્યાં પણ જિનમંદિરો બંધાવવાનું વધતું જાય છે. એના કારણે જિર્ણોદ્ધાર માટે દેવદ્રવ્યની રકમ જલદી મળી શકતી નથી, તો પછી એવી દર્શનીય પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ ન કરાય એ જ યોગ્ય જણાય છે. જ્યાં નવા જિનમંદિરની આવશ્યકતા હોય ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org