________________
શંકા-સમાધાન
૨૯૧ દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઇએ તથા જિનમંદિરમાં આવશ્યક એવી સિંહાસન વગેરે વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય. આમ છતાં સિંહાસન વગેરે વસ્તુઓનો લાભ લેનાર ભાગ્યશાળી હોય તો સિંહાસન વગેરે માટે પણ દેવદ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઇએ. તો પછી દર્શનીય પ્રતિમા માટે દેવદ્રવ્યનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? સિંહાસન વગેરે આવશ્યક છે. અનિવાર્ય છે, જ્યારે દર્શનીય પ્રતિમા એવી અનિવાર્ય નથી.
શંકા- ૬૭૬. ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ પાસે દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો અપાય કે નહિ ?
સમાધાન– યોગ્ય ગીતા ગુરુ મહારાજ દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો અપાય. દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય અને સાધુ છતી શક્તિએ ઉપેક્ષા કરે તો સાધુને પણ દોષ લાગે. આથી યોગ્ય ગીતાર્થ ગુરુને દેવદ્રવ્યનો હિસાબ જોવા માગે તો શ્રાવકોએ આપવો જોઇએ.
શંકા- ૬૭૭. ટ્રસ્ટીઓ સંઘના કાર્ય માટે શ્રાવકની પાસેથી મિલકતની ખરીદી કરે. આ વખતે સાધારણ ખાતાની લોન ઊભી કરીને તે શ્રાવકને રકમ ચૂકવાય. પાછળથી સાધારણ ખાતાની રકમ ન મળતાં તે રકમનો હવાલો શ્રીસંઘના ચોપડે દેવદ્રવ્ય ખાતે નાખીને ખાતું સરભર કરી દેવાય? આમ કરે તો દોષ ટ્રસ્ટીઓને લાગે કે તે શ્રાવકને?
સમાધાન– આવું ન જ કરાય. આમાં ટ્રસ્ટીઓ અને શ્રાવક બંનેને દોષ લાગે. જો આવું થયું હોય તો શક્તિસંપન્ન શ્રાવકે તેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી જોઇએ અથવા ટ્રસ્ટીઓએ કોઈપણ રીતે તેટલી રકમ મેળવવી જોઈએ. જો આવું ન કરવામાં આવે તો સંઘે દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો ગણાય. દેવદ્રવ્યનો સંઘ ઉપયોગ કરે, તો શાસ્ત્રમાં મોટો દોષ જણાવ્યો છે. શ્રાવક તેટલી રકમ દેવદ્રવ્યમાં ન આપે કે ટ્રસ્ટીઓ તેટલી રકમ ન મેળવે તો સંઘે ભેગા થઈને તેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી જોઇએ તથા ગુરુભગવંત પાસેથી બધાએ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org