________________
૩૩૮
શંકા-સમાધાન
બહેનોને ધર્મનો બોધ થાય એથી તેમના જીવનમાં ધર્મની વૃદ્ધિ થાય. બહેનોમાં ધર્મ વધે એટલે પુરુષોમાં ધર્મ વધે. કારણ કે શ્રદ્ધાસંપન્ન બનેલી બહેનો પોતાના સંતાનોને ઉછેર ધર્મની પ્રધાનતા રહે તે રીતે કરે. આથી સંતાનો પણ ધર્મશ્રદ્ધાળુ બને. આ પણ એક પ્રકારની શાસન પ્રભાવના છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તો સાધ્વીજીઓ કેવળ સ્ત્રીઓની જ સમક્ષ વ્યાખ્યાન વાંચે એ જ વધુ હિતાવહ છે.
શંકા- ૭૬૬. હયાત એવા પ્રવર્તિની સાધ્વી મહારાજનો દીક્ષા દિવસ વગેરે હોય તો સાધુથી તેમના ગુણાનુવાદનું વ્યાખ્યાન કરી શકાય ?
સમાધાન– હયાત પણ સાધ્વીજી મહારાજના તેવા વિશિષ્ટ પ્રસંગે વિવેકપૂર્વક ગુણાનુવાદ કરી શકાય પણ જેના ગુણાનુવાદ હોય તેમણે વ્યાખ્યાનમાં આવવું ન જોઇએ. પોતાને ખબર હોય કે આજે મારા ગુણાનુવાદ છે અને છતાં આવે તો એનો એ અર્થ થયો કે પોતાના ગુણાનુવાદ સાંભળવા આવે છે. એથી તે દિવસે પોતે વ્યાખ્યાનમાં જવાની જરાય ઇચ્છા ન કરવી જોઇએ. શ્રાવકો વગેરે આગ્રહ કરે તો પણ ન જવું જોઈએ. વિ.સં. ૨૦૧૧માં પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને ખબર પડી કે આજે દીક્ષાદિનના નિમિત્તને પામીને મારા ગુણાનુવાદ થયા છે. “મારામાં શું છે કે જેથી તમે મારા ગુણાનુવાદ કરો છો” એમ બોલતાં તેઓશ્રીની આંખમાં અશ્રુઓ વહેવા માંડ્યાં.
શંકા- ૭૬૭. પૂ. સાધ્વીજી ભગવંત ગામમાં હોય તો શ્રાવકે પણ રોજ દર્શન માટે કે સુખશાતા પૂછવા અથવા કામનું પૂછવા માટે દરરોજ જવું જોઇએ કે નહિ ?
સમાધાન– ગામમાં પૂ. સાધ્વીજી ભગવંત હોય તો શ્રાવિકાઓએ તેમની પાસે રોજ જવું જોઇએ, રોજ વંદન કરવું જોઈએ અને ઔષધ વગેરે માટે પૂછવું જોઈએ. પણ શ્રાવકોએ(=પુરુષોએ) રોજ ન જવું જોઇએ. અવાર-નવાર શાતા પૂછવા અને કામ-કાજનું પૂછવા જવું જોઈએ. તેવી બીમારી વગેરે ગાઢ કારણ હોય તો રોજ પણ જવું જોઈએ. પણ તેવા વિશિષ્ટ કારણ વિના શ્રાવકોએ( પુરુષોએ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org