________________
શંકા-સમાધાન
અનુષ્ઠાનોમાં પણ બહારની યુવાન સ્ત્રીઓ રસોઇ વગેરે કરતી હોય છે. તેથી દોષ ન લાગે ?
સમાધાન– આ વિગત ધર્મશાળાના મુનીમને અને ટ્રસ્ટીઓ વગેરેને કહીને યુવાન સ્ત્રીઓને આવા કાર્યમાં ન લાવવા માટે ઘટતું કરવું જરૂરી ગણાય. આમાં ગૃહસ્થોને દોષ લાગે અને સાધુ મહાત્મા વહોરી જાય તો તેમને પણ દોષ લાગે. આમ છતાં જો પુષ્પો વેચનારી કે રસોઇ કરનારી બહેનો વર્તમાનમાં માસિક ધર્મમાં વર્તતી નથી એવી ખાતરીપૂર્વક લાવવામાં આવે તો દોષ નથી.
૪૭૦
અસ્વાધ્યાય સંબંધી શંકા-સમાધાન
શંકા- ૧૦૩૦. જે કાળમાં સૂત્રો ભણવાનો નિષેધ છે, તે કાળ કયો કર્યો છે ?
સમાધાન– (૧) સૂર્યોદય પહેલાની બે ઘડી, (૨) બરોબર મધ્યાહ્નની બે ઘડી–દિવસના પૂર્વાર્ધની એક ઘડી ને પછીના ઉત્તરાર્ધની એક ઘડી, (૩) સૂર્યાસ્ત પછીની બે ઘડી, (૪) દિવસની જેમ રાત્રિમાં મધ્ય રાત્રિની બે ઘડી, એમ એ ચાર કાળ સૂત્રોનો સ્વાધ્યાય કરવા માટે અકાળ છે.
શંકા- ૧૦૩૧. ચોમાસા પછી વરસાદ આવે, તો અસઝાય ક્યારે ગણાય ?
સમાધાન– વરસાદની અસાયનો સંબંધ ચોમાસા સાથે નથી, કિંતુ નક્ષત્રની સાથે છે. આદ્રા નક્ષત્રથી પ્રારંભીને સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાં સુધી વરસાદની અસઝાય ન લાગે, પણ સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે પછીથી જ વરસાદની અસાય ગણાય. શંકા— ૧૦૩૨. શાશ્વતી ઓળીમાં કયા સૂત્રો ભણાય અને કયા સૂત્રો ન ભણાય ?
સમાધાન— ચૈત્ર અને આસો માસની ઓળીમાં આગમ સૂત્રો અને પૂર્વધર રચિત સૂત્રો ન ભણાય. બાકીના સૂત્રો ભણવામાં વાંધો
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International