SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૯૭ એટલે સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના પણ આત્મહિત માટે કરવી જોઇએ. સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના જિનાજ્ઞા મુજબ જ કરવામાં આવે, તો જ સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસનાથી આત્મહિત થાય. સમ્યગ્દષ્ટિ દેવો આત્મહિત માટે કરવામાં આવતી સાધનામાં સહાયક બનતાં હોય છે. માટે જ વેવેન્વIRI[ સંતિ / સિિફસમાપિરાળ fમ 13પ ઇત્યાદિ બોલીને કાયોત્સર્ગ કરવામાં આવે છે. આનો અર્થ આ પ્રમાણે છે- વેયાવચ્ચ કરનારા, ઉપદ્રવો અને ઉપસર્ગોની શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિઓને સમાધિ ઉપજાવનારા દેવોના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. સમ્યગ્દષ્ટિ દેવો આત્મહિતની (મોક્ષની) સાધનામાં સહાયક બનતા હોવાથી તેમને ઉપચારથી મોક્ષ આપનારા પણ કહી શકાય. માટે જ સંસારદાવાની ચોથી સ્તુતિમાં મવિરવર રેહિ તેવી સT, હે દેવી ! મને ભવના વિયોગથી શ્રેષ્ઠ એવો મોક્ષ આપો. એમ કહેવામાં આવ્યું છે. પણ આજે અજ્ઞાન અને ભૌતિક સુખના રાગી એવા ઘણા જૈનો પણ મિથ્યાદષ્ટિદેવની ઉપાસના કરવા લાગ્યા છે. મિથ્યાદષ્ટિદેવની ઉપાસના કરવામાં અરિહંતદેવની આશાતના-લઘુતા થાય તેવું પણ બનતું હોય છે. ટ્રસ્ટીઓ વગેરે મિથ્યાદષ્ટિ દેવની ઉપાસના કરવાની સગવડ કરી આપતા હોય છે. તેમાં કેટલાક સાધુઓનું પણ પ્રોત્સાહન મળતું હોય છે. કેટલાક જૈનો સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના કેવળ ભૌતિક સુખ માટે કરતા હોય છે. મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસના અને ભૌતિક સુખ માટે સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના એ બંને અનિચ્છનીય છે. સાધુઓ જેવી દોરવણી આપે તે રીતે શ્રાવકો દોરાતા હોય છે. એટલે જો સાધુઓ આ વિષયમાં શ્રાવકોને સાચી સમજ આપે તો આ અનિચ્છનીય પ્રવૃત્તિ દૂર થયા વિના ન રહે. શંકા- ૬૯૦. ઈહલોકના સુખ માટે દેવ-દેવીઓની ઉપાસના સંસારવૃદ્ધિનું કારણ બને તેમ છે અને આવા સ્થાનોની સંખ્યા વધતી જાય છે, તો તેનું શું પરિણામ આવશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy