________________
શંકા-સમાધાન
૩૩૧
પુષ્ટ કારણ હોય ત્યારે પણ અશુદ્ધ દાન આપવાની બુદ્ધિ જે શ્રાવકને ન થાય તે શ્રાવક અપરિણત છે.
શ્રાવકના પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકાર છે. ઉત્સર્ગના સમયે ઉત્સર્ગમાં અને અપવાદના સમયે અપવાદમાં મતિવાળો હોય તે પરિણત શ્રાવક છે. અપવાદના સમયે પણ ઉત્સર્ગમાં જ મતિવાળો હોય તે અપરિણત છે. અપવાદની જરૂર ન હોવા છતાં અપવાદમાં જ મતિવાળો હોય (કારણ વિના પણ અશુદ્ધ આહાર વહોરાવવાની ભાવનાવાળો હોય) તે અતિપરિણત છે. આ ત્રણ પ્રકારમાં પરિણત શ્રાવક હિત સાધી શકે છે. માટે શ્રાવક ઉત્સર્ગ-અપવાદનું અને સાધુને ભિક્ષામાં લાગતા દોષોનું જ્ઞાન મેળવીને અવસર પ્રમાણે દાન કરનારા બનવું જોઈએ.
શંકા- ૭૫૪. સાધુ-સાધ્વીએ પ્રાસુક(=અચિત્ત) અને એષણીય (ગોચરીના દોષોથી રહિત) આહાર વહોરવાનો છે. કોઈના ઘરે પોતાના કુટુંબ માટે બટાટા આદિનું શાક કે આદુ નાખેલું દૂધી આદિનું શાક બનેલું હોય તો આ શાક પ્રાસુક અને એષણીય હોવાથી સાધુથી વહોરાય કે નહિ ?
સમાધાન– ન વહોરાય. ધર્મસંગ્રહ આદિમાં આનું કારણ જણાવતાં કહ્યું છે કે વહોરવાથી નિર્દયતા, લોલુપતાની વૃદ્ધિ વગેરે અનેક દોષોનો સંભવ છે. આવી રીતે વહોરીને વાપરનાર કોઈ સાધુ લોલુપતા વધવાથી પ્રાસુક ન મળે તો અપ્રાસુક(=સચિત્ત) પણ ગ્રહણ કરે. એષણીય(=નિદૉષ) ન મળે તો અનેષણીય પણ વહોરે.
શંકા- ૭૫૫. કોઈ પણ શ્રાવક-શ્રાવિકા કે નોકર-નોકરાણી વૃદ્ધ અને અશક્ત સાધુ-સાધ્વી માટે, એમનાં પાતરા કે ઘડો લઈને એમના વતી, ગૃહસ્થને ઘેર, ભોજનશાળામાં કે સંઘના રસોડે ગોચરી-પાણી વહોરવા જતા હોય એવું ક્યાંક જોવામાં આવે છે. દોષ ટાળીને, અભક્ષ્ય વર્જીને, પ્રમાણસર ગોચરી વહોરવાની હોય છે. વહોરવા જનાર ગૃહસ્થ આ બધી મર્યાદાઓ કેવી રીતે જાળવી શકે ? વળી ગૃહસ્થ વહોરવા જાય તેથી વહોરાવનાર શ્રાવક-શ્રાવિકાની શ્રદ્ધા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org