________________
શંકા-સમાધાન
૫૨૭
શંકા- ૧૧૩૪. ચૌદ સ્વપ્રમાં જે ચોથુ સ્વપ્ર લક્ષ્મીજી કે શ્રીદેવી છે તે શ્રી દેવી કે લક્ષ્મીદેવી એ બંને એક જ છે કે જુદી જુદી છે?
સમાધાન- ચૌદ સ્વપ્રોમાં આવતી શ્રીદેવી કે લક્ષ્મીદેવી એ બંને એક જ નથી, ભિન્ન છે. આ અંગે વધુ વિગત જાણવા માટે મુનિરાજ શ્રી હિતવિજયજી લિખિત “ચૌદસ્વપ્રોનું વર્ણન-ગુજરાતી અનુવાદ” આ નામે પ્રકાશિત પ્રતનાં પાંચ અને છ પેજ પર પ્રકાશિત લખાણ જોઈ લેવા ખાસ ભલામણ.
શંકા- ૧૧૩૫. હમણાં હમણાં ધાર્મિક પ્રસંગોમાં પત્રિકાઓ પાછળ ઘણો ખર્ચ થઈ રહ્યો છે તે યોગ્ય છે ?
સમાધાન– આમાં સર્વપ્રથમ વાત તો એ છે કે બિનજરૂરી અથવા મોંઘીદાટ ખર્ચાળ પત્રિકાઓ છાપવી ન જોઈએ. જેમકે કોઈ સ્થળે સંઘ તરફથી અાલિકા વગેરે મહોત્સવ છે. એ મહોત્સવમાં પત્રિકા મોકલવાથી બહારથી કોઈ આવે એવી જરાય સંભાવના ન હોય તો પત્રિકા છાપવાનો કોઈ અર્થ નથી. બિનજરૂરી પત્રિકા છાપવાથી સમય અને સંપત્તિનો વ્યય અને જ્ઞાનની આશાતના વગેરે દોષો ઉદ્દભવે છે. આજે મોટા ભાગે પત્રિકાનો ડ્રાફટ સાધુઓ તૈયાર કરી આપતા હોય છે અને એ પત્રિકાના પૂફોનું સંશોધન પણ મોટા ભાગે સાધુઓ કરતા હોય છે અને મોકલવા માટે સરનામા પણ મોટા ભાગે સાધુઓ કરતા હોય છે. આથી આ બધાની પાછળ સાધુઓનો ઘણો સમય વ્યર્થ જતો હોય છે. મોંઘવારીના કારણે શ્રાવકોની સંપત્તિનો પણ ઘણો વ્યય થતો હોય છે. સાધુઓના સમયનો અને શ્રાવકોની સંપત્તિનો જેટલા પ્રમાણમાં વ્યય થાય છે તેટલા પ્રમાણમાં લાભ થતો નથી. જેમાં નુકસાન વધારે અને લાભ ઓછો તેવી પ્રવૃત્તિ ઉપાદેય ન ગણાય.
હવે તો ચાતુર્માસ પ્રવેશની પણ પત્રિકાઓ છપાવા લાગી છે. આજે બિનજરૂરી પણ પત્રિકાઓ છાપવાનું વધવાના કારણે મંદિરોમાં એટલી બધી પત્રિકાઓ ભેગી થાય છે કે જેથી આ પત્રિકાઓ ક્યાં નાંખવી એ પ્રશ્ન ઊભો થાય છે. મારા જાણવા મુજબ ઘણા સ્થળોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org