________________
૫૨૬
શંકા-સમાધાન સમાધાન- સામાયિક આદિ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાંથી નીકળતા આવસતિ ન કહે.
શંકા- ૧૧૩૧. “પત્થ નન્ન તત્વ વન” જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ છે, આ નિયમ અવધારણ વાળો છે ? કે બીજા પ્રકારે પણ છે? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય કે સાધારણ હોય ? કે ઉભય હોય. તેમજ નસ્થાનં વગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોરા વગેરેમાંથી પાણી વાપરતા વિરાધના લાગે કે નહિ ?
સમાધાન- આ નિયમ ચોક્કસ છે, એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિડેષણ અધ્યયનમાં સહટ્ટ નિવિજ્ઞાઈ ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ અવધારણ સહિત બતાવેલ છે. તેમજ તે વનસ્પતિ બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વગેરેનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય છે. પરંતુ તેમાં પચ્ચકખાણનો ભંગ થતો નથી. કેમકે પચ્ચકખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૩૩૫).
શંકા- ૧૧૩૨. તપગચ્છના શ્રાવકો પોતાના ગચ્છના અને અન્ય ગચ્છના જિનમંદિરોમાં સુખડ વગેરે આપે, તો પોતાના ગચ્છના મંદિરમાં આપેલું પુણ્ય માટે થાય અને અન્ય ગચ્છના મંદિરમાં આપેલું પાપને માટે થાય કે બંનેમાં આપેલું સમાન લાભવાળું થાય ?
સમાધાન- તપગચ્છના શ્રાવકોએ પોતાના ગચ્છના અને અન્ય ગચ્છના જિનમંદિરોમાં આપેલ કેસર, સુખડ વગેરેમાં પોતાના ગચ્છના મંદિરમાં આપેલા કેસર સુખડના લાભ જેવો જ લાભ પરગચ્છીય જિનમંદિરમાં આપવાથી થાય છે એમ વ્યવહારથી માનવું જોઇએ. નિશ્ચયથી તો પોતાના પરિણામ પ્રમાણે લાભ થાય.
શંકા- ૧૧૩૩. સામાન્ય દિગંબર ગૃહસ્થોના ઘરે રત્નત્રયાદિ મહોત્સવ પ્રમાણે આપણા શ્વેતાંબરીય શેઠ વગેરે શ્રાવકોને ભોજન વગેરે માટે જવું ઉચિત છે કે અનુચિત ?
સમાધાન– આવા અવસરે વિરોધની વૃદ્ધિ જેમ ન થાય તેમ કરવું એ જ તત્ત્વ છે. એકાંતવાદ નથી. (હીરપ્રશ્ન બીજો પ્રકાશ પ્ર.૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org