________________
૩૬૦
શંકા-સમાધાન
ઉપદેશ આપી શકે. માત્ર પુરુષોની જ હાજરી હોય તો જ આવું અપવાદ સેવન હજી વાજબી ગણાય.
આજે ક્યાંક ક્યાંક રાતે દીક્ષાર્થીના બહુમાનના મેળાવડા વગેરે પ્રસંગમાં સાધુઓ ઉજજોહીમાં કામળી ઓઢીને બેસે છે એવું સાંભળ્યું છે. જો આ વાત સાચી હોય તો આ બરોબર થતું નથી. સાધુઓએ પોતાની મર્યાદાઓનું-આચારોનું ઉલ્લંઘન ન કરવું જોઇએ. આ રીતે ઉજેડીમાં બેસવાથી સંયમના પરિણામની હાનિ થાય.
શંકા- ૮૦૭. સાધુ પ્રતિષ્ઠા, દીક્ષા, તપશ્ચર્યા વગેરેનાં મુહૂર્તો આપી શકે ?
સમાધાન- આપી શકે. સાધુઓ સાંસારિક કામોનાં મુહૂત તો ન જ આપી શકે. ધાર્મિક મુહૂર્તોમાં પણ જે કાર્યમાં સીધું આરંભનું કામ હોય તેવું મુહૂર્ત સાક્ષાત્ સાધુ ન આપે એ ઉચિત ગણાય. જેમકે ખનનવિધિ, બસ દ્વારા યાત્રા વગેરે મુહૂર્ત. આવા મુહૂર્તો શ્રાવકો
જ્યોતિષી પાસે કઢાવે અને પછી તે મુહૂર્ત બરોબર છે કે નહિ તે સાધુ પાસે ચોક્કસ કરાવે. પ્રતિષ્ઠા વગેરેમાં સીધું આરંભનું કામ ન હોવાથી સાધુઓ મુહૂત આપે એમાં કોઈ શાસ્ત્રીય ખાધ જણાતો નથી.
શંકા- ૮૦૮. વૃદ્ધ, અશક્ત, પગના દુઃખાવાવાળા સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરનાં બે-ચાર પગથિયાં કે દાદર ચડી શકે તેમ ન હોય ત્યારે તેઓ ઘરની બહાર, ઘરનાં પગથિયાં પાસે, રસ્તા ઉપર ગોચરી-પાણી વહોરવા માટે ઊભા રહે અને ગૃહસ્થ પણ તેમને રસ્તા ઉપર ગોચરી-પાણી વહોરાવે આ દશ્ય ખૂબ જ અનુચિત અને દુઃખદ લાગે છે. આ રીતે વહોરનારને અને વહોરાવનારને શાસનહીલનાનો દોષ લાગે કે નહિ ? આવી રીતે ગોચરી-પાણી વહોરવા કે વહોરાવવા કરતાં ઉપાશ્રયમાં કે આજુબાજુનાં પગથિયાં વિનાનાં નીચા ઘરોમાં વહોરવા-વહોરાવવામાં આવે તે યોગ્ય જણાય છે. આ વિષયમાં પણ શ્રી સંઘને આપનું શાસ્ત્રીય માર્ગદર્શન જરૂરી છે.
સમાધાન : આવી પરિસ્થિતિમાં સામાન્યથી તો આજુબાજુનાં પગથિયાં વિનાનાં નીચાં ઘરોમાં ઘરની અંદર જઈને વહોરવા
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org